અંકલેશ્વર: પંડ્યા ટીફિન સર્વિસ દ્વારા લોકડાઉનનાં સમયમાં સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. ટીફિન સર્વિસ દ્વારા મધ્યમવર્ગીય પરિવારને વિના મૂલ્યે ભોજન પહોચાડવામાં આવે છે અને આ પરિવારની માહિતી પણ ગુપ્ત રાખવામાં આવે છે.
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનના પગલે વેપાર રોજગાર બંધ રહેતા ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. જેના કારણે ગરીબોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવા અનેક સંસ્થાઓ આગળ આવી છે. પરંતુ મધ્યમવર્ગને સહાય ન મળતા તેઓની હાલત પણ કફોડી બની છે ત્યારે અંકલેશ્વરમાં પંડ્યા ટીફિન સર્વિસ ચાલવતા ચિંતન પંડ્યા દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે
ચિન્ત પંડ્યાએ મધ્યમાં વર્ગીય પરિવારને ધ્યાને લઇ શોશિયલ મીડિયામાં મેસેજ વહેતો કર્યો હતો કે, જે મધ્યમ વર્ગીય પરિવારને ભોજનની જરૂર હોય તેમને તેઓ દ્વારા વિના મુલ્યે ભોજન પહોચાડવામાં આવશે અને આ પરિવારની માહિતી પણ ગુપ્ત રખાશે ત્યારે કેટલાક જરૂરીયાતમંદ મધ્યમ વર્ગીય પરિવાર દ્વારા તેઓનો સંપર્ક કરી ભોજન મગાવવામાં આવે છે.
સામાન્ય રીતે મધ્યમ વર્ગીય પરિવાર સહાય લેવામાં ખચકાટ અનુભવતો હોય છે, ત્યારે પંડ્યા ટીફિન સર્વિસ દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે