ભરૂચ નગર સેવા સદનના સભા ખંડમાં પ્રમુખ સુરભીબેન તમાકુવાલાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. જેમાં વિવિધ વિભાગોના 35 કામોને મંજૂરી આપવામાં આવી હતી. સભાની શરૂઆતમાં જ પશ્ચિમ વિસ્તારના રહીશોએ હોબાળો મચાવી પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપ કર્યા હતો. તો શહેરમાં બિસ્માર માર્ગો અને ડેન્ગ્યુના કેસમાં વધારાના પગલે રોગચાળાની સ્થિતિ બાબતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
વિપક્ષ દ્વારા ચીમકી ઉચ્ચરવામાં આવી હતી. કે દિવાળી પૂર્વે જો શહેરના માર્ગોનું સમારકામ નહીં થાય. તો માર્ગો પર પડેલા ખાડાનું ભાજપના નેતાઓના નામ પરથી નામકરણ કરવામાં આવશે. આ સાથે વિપક્ષના સભ્યોએ સભામાં બેનર દર્શાવી શહેરમાં શહીદ સ્મારક માટે જગ્યા ફાળવવા માગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે. કે આજની સામાન્ય સભામાં ભાજપમાં જ ચાલતી જૂથબંધી સામે આવી હતી. ભાજપના જ સભ્ય નિના યાદવે બેસવા માટે ખુરશીન મળતા શાસકો સામે ઉગ્ર રજૂઆત કરી હતી.