ભરૂચઃ જિલ્લામાં બેકાબૂ બનેલો કોરોના વાઇરસ હવે તબીબો સુધી પણ પહોંચ્યો છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા બાળકોની અંકુર હોસ્પિટલનાં જાણીતા તબીબ ડો.મયંક પિત્તલીયાને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.
ડૉ. મયંક પીતળિયાને છેલ્લા 2-3 દિવસથી સમાન્ય તાવ અને ખાંસીના લક્ષણો જણાતા તેઓએ ખાનગી લેબોરેટરીમાં મંગળવારે પોતાના સેમ્પલ ટેસ્ટીંગ અર્થે આપ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને તાત્કાલિક સ્પેશિયલ કોવિડ-19 જયાબેન મોદી હોસ્પીટલમાં ખસેડાયા છે. તેઓને 15 દિવસ પૂર્વ પોતાના રેગ્યુલર હેલ્થ ચેક અપ માટે વડોદરા ગયા હોવાનું જાણવા મળ્યું છે.
1-ભરૂચમાં બાળકોના જાણીતા તબીબ ડો.મયંક પિત્તળીયાને કોરોના પોઝિટિવ.
2-તબીબને સારવાર અર્થે સ્પેશિલ કોવીડ હોસ્પિટલ ખસેડાયા.
3-તબીબ પાસે મેડીકલ ચેકઅપ અર્થે આવેલા બાળકોનું પણ સ્ક્રીનીંગ કરાશે.
ડૉ. પીતલિયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓના પત્ની તથા માતાના સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ તેઓનું સ્વાસ્થ્ય નોર્મલ છે. બાળકોના તબીબને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં તેમની પાસે ચેકઅપ અર્થે ગયેલા બાળકો અને તેમના માતા-પિતાનું ટ્રેકિંગ કરાશે અને તેમને હોમ કવોરેન્ટાઈન રહેવા સૂચના અપાશે, તો જરૂર જણાયે કોરોનાના સેમ્પલ પણ લેવામાં આવશે. આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 61 પર પહોચી છે. જે પૈકી 4 દર્દીના મોત નીપજ્યા છે. તો 38 દર્દી સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં કોરોનાના 18 કેસ એક્ટીવ છે.