અંકલેશ્વરમાં આવેલી GIDCમાં આવેલી જયશ્રી એરોમેટિક કંપનીમાં બુધવારે અજાણ્યા વ્યક્તિઓ ચોરી કરવા ઘુસ્યા હતા. પરંતુ કંપનીના કર્મચારીઓની સતર્કતાના કારણે ચોર ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન કંપની કર્મચારીઓએ ચોરીની આશંકાએ એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો. ગંભીર ઇજા પહોંચતાં તેને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં GIDC પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક નેત્રંગ તાલુકાના ઝરણા ગામનો હોવાનું બહાર આવ્યું છે. તેનું નામ નરેશ વસાવા હતું અને તે અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો.