અંકલેશ્વર: અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલા બૈતુલ શોપિંગ સેન્ટરમાં તસ્કરોએ મોબાઈલ શોપ સહિત અન્ય એક દુકાનને ટાર્ગેટ કરી રૂપિયા 2 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરના ખરોડ ગામે ખાતે રહેતા સોહીલ શબ્બીર સૈયદ, અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલા બૈતુલ શોપિંગ સેન્ટરમાં મોબાઈલ શોપ ચલાવે છે. ગતરોજ તસ્કરોએ તેમની દુકાનને ટાર્ગેટ કરી હતી અને દુકાનમાંથી વિવિધ કંપનીના 17 નંગ મોબાઈલ ફોન, લેપટોપ તેમજ મોબાઈલ એસેસરીઝ મળી કુલ રુપિયા 2 લાખથી વધુની ચોરી કરી હતી.
તસ્કરોએ આ કોમ્પલેક્સની અન્ય એક દુકાનને પણ નિશાન બનાવી તેમાંથી રોકડા 10 હજારની ચોરી કરી હતી. ચોરીની આ બન્ને ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.