ETV Bharat / state

અંકલેશ્વરમાં તસ્કરો બન્યા બેફામ, ધોળે દિવસે રૂપિયા 3.22 લાખની ચોરી - શ્યામ સુંદર રેસીડેન્સી

એક તરફ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, બીજી તરફ શહેરમાં તસ્કરો બેફામ બની રહ્યા છે. અંકલેશ્વરમાં ધોળા દિવસે તસ્કરોએ મકાનમાંથી રૂપિયા 3.22 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ બપોરના સમયે ચોરી કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

અંકલેશ્વરમાં તસ્કરો બન્યા બેફામ, ધોળે દિવસે રૂ. 3.22 લાખ ચોરી

author img

By

Published : Nov 12, 2020, 7:50 PM IST

  • ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ
  • બંધ મકાનમાથી ધોળે દિવસે રૂપિયા 3.22 લાખની માલ મત્તાની ચોરી
  • દિવાળીના તહેવારોમાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર

ભરૂચઃ અંકલેશ્વરમાં તસ્કરોએ એક બંધ મકાને નિશાન બનાવી ધોળે દિવસે રૂ. 3.22 લાખની માલ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એક તરફ દિવાળી આવી રહી છે. તેવામાં તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસ વિભાગને રીતસરનો પડકાર ફેંકી રહ્યા છે. અંકલેશ્વરમાં રૂ. 3 કરોડની લૂંટનું પગેરું હજુ નથી મળી શક્યું ત્યારે તસ્કરો એક બાદ એક મકાનને નિશાન બનાવી ચોરી કરી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બંધ મકાનમાંથી ધોળે દિવસે તસ્કરો રૂ. 3.22 લાખની માલ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

તસ્કરો બપોરના સમયે બંધ મકાનમાં ત્રાટક્યા

અંકલેશ્વર જીઆઈડીસીની શ્યામ સુંદર રેસીડન્સીના મકાન નંબર બી-102માં રહેતા ડેનીસ પટેલ તથા તેમના પત્ની બંને નોકરી કરતા હોવાથી મકાન બંધ કરીને ગયા હતા. તે દરમિયાન બપોરે 2થી સાંજે 6 વાગ્યા સુધીના ગાળામાં તસ્કરો ત્રાટક્યા હતા અને સાથે જ આવેલા મકાન નંબર બી-101ને પણ નિશાન બનાવ્યું હતું. તસ્કરો બંને મકાનમાંથી સોના ચાંદીના ઘરેણા મળી કુલ રૂ. 3.22 લાખની ચોરી કરી ફરાર થયા હતા. બનાવની જાણ સાંજે 6 વાગ્યે ડેનિસ પટેલના પત્ની શ્રુતિ પટેલને થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.