ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં ગુરુવારે કોરોના વાઇરસના વધુ 16 કેસ નોંધાયા - Bharuch district Corona positive patients

ભરૂચ જિલ્લામાં ગુરુવારે કોરોના વાઇરસના 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1034 પર પહોંચી છે. જ્યારે 82 ટકા લોકો કોરોના સામે જંગ જીત્યા છે.

ભરૂચ જિલ્લામાં ગુરુવારે કોરોના વાઇરસના વધુ 16 કેસ નોંધાયા

author img

By

Published : Aug 6, 2020, 7:22 PM IST

ભરૂચ: ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે ગુરુવારે જિલ્લામાં નવા 16 પોઝિટિવ કેસ નોંધાયા છે.

જેમાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 9 અને વાગરામાં 1 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ જિલ્લામાં 14 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં ગુરુવારે નવા નોંધાયેલા પોઝિટિવ કેસની સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1034 પર પહોચી છે. જે પૈકી 23 દર્દીઓના મોત નીપજ્યા છે, તો અત્યાર સુધીમાં 820 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.

હવે જિલ્લામાં કોરોનાના 191 દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે, જેટલા સંક્રમિત લોકો ભરૂચ જિલ્લામાં છે. તેટલા જ પ્રમાણમાં દર્દીઓ સ્વસ્થ પણ થઇ રહ્યા છે. આમ કુલ 82 ટકા દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.