- ભરૂચ હાઈવે પર સરોવર હોટલને તંત્ર દ્વારા સીલ કરાઇ
- બોડાની પરવાનગી ન હોવાના કારણે લેવાયો નિર્ણય
- ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ
ભરૂચ: ભરૂચ નજીક હાઈવે પર કેબલ બ્રીજ નજીક 6 માસ પૂર્વે સરોવર નામની હોટલ શરુ કરવામાં આવી હતી. જોકે, હોટલ માટે સંચાલકોએ ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી બોડાની જરૂરી પરવાનગી લીધી ન હતી.
આ અંગેની ફરિયાદ મળતા જ અધિકારીઓની ટીમ હોટલ પર પહોચી હતી અને સંચાલકો પાસે જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા. જોકે તે ન મળતાં હોટલને સીલ કરી દેવામાં આવી છે. જેમાં તંત્રની કામગીરીના પગલે ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.