ભરુચ : ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સેનેટાઈઝિંગ ગેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે.સી.આઈ.ભરૂચ અને બોડીકેર ફિઝિયોથેરાપી ક્લિનીક દ્વારા તંત્રને ગેટનું દાન આપવામાં આવ્યું છે.
હાલ કોરોના વાઈરસની મહામારી વચ્ચે લૉકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે કલેક્ટર કચેરી પર કામ અર્થે ઘણા લોકો આવતા હોય છે. કપરા સમયમાં કલેક્ટર કચેરીમાં કોરોના વાઈરસનું સંક્રમણ ના થાય એ હેતુથી ભરૂચ કલેકટર કચેરીના ગેટ પર સેનેટાઈઝિંગ ગેટ મૂકવામાં આવ્યો છે.
કલેક્ટર કચેરીમાં પ્રવેશનાર દરેક વ્યક્તિએ આ ગેટમાંથી પસાર થવું પડશે અને તેમના પર સેનેટાઈઝરનો છંટકાવ કરાશે. જે.સી.આઈ.ભરૂચ અને બોડીકેર ફિઝિયોથેરાપી ક્લિનીક દ્વારા તંત્રને ગેટનું દાન આપવામાં આવ્યું છે.
આ પ્રસંગે બોડીકેર ફિઝિયોથેરાપી ક્લિનીકના ડો.સેતુ લોટવાલા,જે.સી.આઈ.ભરૂચના પ્રમુખ હર્ષ પટેલ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.