ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી કેમ્પસ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ પ્રધાન ઇશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ કરાયું હતું. તેઓએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૨માં સ્વામિ વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિ વર્ષે ડો. બાબાસાહેબના સ્વપ્નને મૂર્તિમંત કરવા અને સમાજમાં શિક્ષણની સાથે સમરસતાની સ્થાપના સાથે ST, OBC, SC અને વિચરતી જાતિઓનાં વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની વિનામુલ્યે અતિ આધુનિક સવલતો મળી રહે તે માટે સમરસ છાત્રાલયનો પ્રારંભ કરાવ્યો હતો.
સમરસ છાત્રાલયનો ૪૨ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો છે. તેમ જણાવતાં તેમણે વિદ્યાર્થીઓને સ્વચ્છતાની વિશેષ કાળજી લેવા અને ઊંચી સિધ્ધિ હાંસલ કરી સમાજમાં નામના પ્રાપ્ત કરવા પણ આહ્વાન કર્યું હતું.
સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયપ્રધાન વાસણભાઈ આહિર કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઘણાં જ ઉપકારક સમરસ છાત્રાલયોના નિર્માણનો નિર્ધાર કરી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બાબાસાહેબનું સ્વપ્નને સાકાર થયું છે. સમરસ છાત્રાલયો બંધુત્વનો સંદેશ આપે છે.
આ પ્રસંગે ડો. આંબેડકર આવાસ યોજના, કુંવરબાઇનું મામેરૂ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, વિકલાંગ લગ્ન સહાય યોજના, વિકલાંગ ઓળખકાર્ડ અને પાલક માતા-પિતા યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.
આ લોકાપર્ણને લઈને કોંગ્રેસ પોતાની નારાજગી વ્યકત કરી હતી. કચ્છ યુનિવર્સિટી ખાતે બનેલી સમરસ હોસ્ટેલ બે વર્ષ સુધી બની તૈયારી થઈ ગયા બાદ પણ તેની શરૂઆત થઈ ન હતી અને અંતે કોંગ્રેસ તેનું લોકાપર્ણ કરી નાખ્યું હતું. હવે બે માસથી વિધાર્થીઓ રહેવા પણ આવ્યા છે, ત્યારે ભાજપે આ લોકાપર્ણનો ત્રાયફો કર્યો હોવાનું જણાવાયું હતું.