ભરૂચ ભરૂચના એસ.પી ડોક્ટર લીના પાટીલને (Bharuch SP) મળેલા એક ચોક્કસ ઈનપુટના આધારે પાનોલી ખાતે આવેલી infinity રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી ગુજરાતનો સૌથી મોટો (Drugs in Gujarat) ડ્રગ્સનો કારોબાર ઝડપાયો છે. આ માટે SP લીના પાટીલે એક ટીમ બનાવીને સમગ્ર સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. પાનોલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી રૂપિયા 1383 કરોડ MD ડ્રગ્સ ભરૂચ SOG એ પકડવાના (Bharuch Drug Case) મામલમાં ભરૂચ પોલીસની SOG ટીમે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. પોલીસ ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરી કરોડોની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ભરૂચના વાઘરા તાલકામાં આવેલી સાયકા GIDCમાં વેન્ચર ફાર્મામાંથી એમડી ડ્રગ્સ બનાવવા માટેનો કાચોમાલ ઝડપી પાડ્યો હતો. જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો કરોડોના ડ્રગ્સ કેસમાં ATSએ કર્યા ખૂલાસા ક્યાંથી આવ્યું ને ક્યાં જતું હતું તે અંગે આપી માહિતી
સૌથી મોટી કાર્યવાહી ભરૂચ જિલ્લા પોલીસની ડ્રગ્સ મામલે સૌથી મોટી કાર્યવાહી થઈ છે. ભરૂચના SP ડૉ. લીના પાટીલને ડ્રગ મામલે એક ચોક્કસ ઈનપુટ મળ્યા હતા. એ પછી તેમણે પોતાની એક ટીમ તૈયાર કરીને કંપનીમાં તપાસ કરાવી હતી. ભરૂચ SOG અને LCBની ટીમે પાનોલી ખાતે આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં શંકાસ્પદ લાગતી વસ્તુઓની તપાસ કરાવી હતી. ભરૂચને કેમિકલ હબ માનવામાં આવે છે. પાનોલી ખાતે આવેલ ડ્રગ્સ બનાવતી ફેકટરીમાં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે દરોડા પાડ્યા હતા. એ પછી ભરૂચ SOG એ 30,000 સ્ક્વેર ફિટમાં ફેલાયેલી 3 માળની કંપનીમાં સર્ચ શરૂ કરતા કરોડોની કિંમતનો સ્ટોક મળી આવ્યો હતો. આ સાથે કેટલોક કાચો માલ પણ ઝડપાયો હતો.
કંપનીમાં ડ્રગની આશંકા ટીમે ડ્રગની આશંકા સાથે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે ડ્રગ્સ અંગે જણાવ્યું હતું કે, ભરૂચ SOG, LCB અને અંકલેશ્વર રૂરલ પોલીસે પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ અને ડેવલોપમેન્ટ કંપનીમાં દરોડો પાડી સઘન તપાસ હાથ ધરી હતી. વિશાળ કંપનીમાં બીજા માળે બનાવેલા રીએક્ટરમાંથી 1300 લીટર લિકવિડ ફોર્મમાં રહેલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે સોલિડ ફોમમાં 83 કિલો એમ.ડી. ડ્રગ્સ મળ્યું હતું.
આ પણ વાંચો તિસ્તા સેતલવાડે જામીન અરજી પર વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
મુદ્દામાલ જપ્ત રૂપિયા 13.24 લાખનું અન્ય ડ્રગ્સ બનાવવામાં વપરાતું કેમિકલ્સ, અન્ય દસ્તાવેજો અને 75 હજારના બે મોબાઇલ કબ્જે કર્યા છે. કંપનીના માલિકો અંકલેશ્વર રહેતો ચિંતન રાજુ પાનસેરિયા બી.કોમ. ભણેલો છે. જેને ફાયનાન્સ સહિતનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. જયારે અન્ય ભગીદાર જ્યંત જીતેન્દ્ર તિવારી પણ આમ સક્રિય ભૂમિકા ભજવી ડ્રગ્સ બનાવવા મટિરિયલ્સની મુંબઈ સહિતના સ્થળોથી ખરીદારી થતી હતી.
માસ્ટર માઈન્ડ કોણ આ ડ્રગ્સ બનવવામાં માસ્ટર માઈન્ડ એવા જ્યંતનો મામો દીક્ષિત B.Sc. કેમિકલ કરેલો હતો. જેને મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ પકડી ગઈ છે. આ તમામ આરોપીઓ જાન્યુઆરીથી ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવી રહ્યા હતા. કંપનીમાં 8 મહિનાથી ચાલતા ડ્રગ્સ બનાવવામાં મુંબઈથી માલ લાવી મુંબઈ સહિતના સ્થળે વેચાણ થતું હતું. જેમાં આખી ગેંગ અને ડ્રગ્સ સપ્લાય, પેડેલર, ઉત્પાદક અને વેચાણ કર્તાઓની લિંક જોડાયેલી હતી. આ આંતર રાજ્ય ડ્રગ્સ રેકેટ આંતર રાષ્ટ્રીય છે કે નહીં તેની પણ તપાસ થશે.