ETV Bharat / state

ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા સામે પોલીસ ફરિયાદ - False certificate

ભરૂચના નગર પાલિકાની ચૂંટણીનો એક વિવાદ બહાર આવ્યો છે. પાલિકાના વિરોધ પક્ષે કોર્ટમાં ફરીયાદ કરી છે કે નગર સેવાના પ્રમુખ અમિત ચાવડા(Amit Chawda)એ ખોટા જાતિના પ્રમાણપત્ર રજૂ કરીને પદ મેળવ્યું છે. કોર્ટે આ બબાતે પોલીસને તપાસ કરવા આદેશ આપ્યા છે.

xxxx
ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા સામે પોલીસ ફરિયાદ
author img

By

Published : Jun 25, 2021, 9:53 AM IST

  • ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા સામે પોલીસ ફરિયાદ
  • ભરૂચ નગર સેવા સદનના પ્રમુખની જાતિનો વિવાદ
  • જાતિનું ખોટું પ્રમાણ રજૂ કરી પ્રમુખ પદ મેળવ્યું હોવાની થઈ હતી ફરિયાદ

ભરૂચ: નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા(Amit Chawda)એ જાતિનું ખોટું પ્રમાણ પત્ર રજૂ કરી પ્રમુખ પદ મેળવાયુ હોવાની કોર્ટમાં થયેલી રજૂઆતના પગલે કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ મામલામાં પોલીસને તપાસના આદેશ આપ્યા હતા. આખરે એ ડિવિઝન પોલીસે અમિત ચાવડા સામે ગુનો દાખલ કર્યો છે.

બિનહરીફ ચૂંટાયા

ગત 17 માર્ચના રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી પ્રમુખની ચૂંટણીમાં શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નં. 5ની સામાન્ય બેઠક ઉપરથી ચૂંટાયેલ અનુસૂચિત જાતીના ઉમેદવાર અમિત ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી. વિરોધપક્ષ કોંગ્રેસ તરફથી અનુસૂચિત જાતીનો કોઈ જ ઉમેદવાર ઉભો ન હોય અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવતાં અમિત ચાવડાને બિનહરીફ જાહેર કરાતાં ભરુચ નગરપાલિકાના પ્રમુખપદે તેમની વરણી થય હતી. ભરુચ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ માટે અઢી વર્ષની ટર્મ અનુસૂચિત જાતીના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે.ભરુચ નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી પાલિકા પ્રમુખની આ ચૂંટણીને દિનેશ ખુમાણ નામના અરજદારે કોર્ટમાં પડકારી હતી. આ મામલે કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો હતો.

આ પણ વાંચો : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

કોર્ટે કાર્યવાહીના આપ્યા હતા આદેશ

કોર્ટના ચુકાદા અંગે અરજદારના વકીલ અશ્વિન ખંભાતાએ જણાવ્યુ હતું કે અમિત ચાવડા જાતિના બોગસ દાખલાના આધારે પ્રમુખ બન્યા છે. આ અંગે તેઓ દ્વારા પ્રથમ સી ડિવિઝન ,બાદમાં એ ડિવિઝન અને જિલ્લા પોલીસ વડાને પણ ફરિયાદ નોધવા અરજી કરવામાં આવી હતી પરંતુ તેઓએ શાશક પક્ષના ઇશારે પોલીસે ફરિયાદ નોંધી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે કોર્ટે આ મામલામાં પોલીસને તપાસ કરવા આદેશ આપ્યા હતા અને 30 દિવસમાં તેનો રિપોર્ટ સોંપવાનો રહેશે.

ખોટા પ્રમાણપત્ર રજૂ કર્યા

અમિત ચાવડાએ પ્રમુખ પદ મેળવવા તેઓ હિન્દુ માહયાવંશી હોવાનો જાતિનો ખોટો દાખલો રજૂ કર્યો હતો જો કે તેમના સ્કૂલના દાખલામાં તેઓ હિન્દુ દરજી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.દસ્તાવેજોના આધારે તેઓ માહયાવંશી ન હોય તો તેમને પ્રમુખ પદ અપાયું કેવી રીતે એના પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલામાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે પ્રમુખ અમિત ચાવડા સામે ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : કોંગ્રેસ નેતા અમિત ચાવડા પહોંચ્યા વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં

રાજકીય ઈશારે ફરિયાદ કરવામાં આવી છે: અમિત ચાવડા

આ અંગે નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે કોર્ટના આદેશનું પાલન કરું છું. તેઓએ દ્વારા કોઈ ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. આગળના દિવસોમાં કાયદાને અનુરૂપ પગલા લેવામાં આવશે. રાજકીય ઇશારે આ પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.