ETV Bharat / state

ભરૂચના સ્પેશિયલ કોવિડ સ્મશાન સુધી જવાના માર્ગના સમારકામ માટે લોકોની માગ

ભરૂચમાં નર્મદા નદીના કિનારે બનાવેલા સ્પેશિયલ કોવિડ સ્મશાન સુધી જવાના માર્ગ પર કાદવ કીચડને કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કોરોનાને કારણે મૃત્યુ પામ્યા બાદ દર્દીના મૃતદેહને સ્મશાન સુધી લઇ જવામાં ઘણી જ મુશ્કેલીઓ આવી રહી છે. તંત્ર દ્વારા માર્ગનું સમારકામ કરાવવામાં આવે તેવી લોકોએ માગ કરી છે.

ભરૂચમાં બનાવેલા સ્પેશિયલ કોવિડ સ્મશાન સુધી જવાના માર્ગના સમારકામ માટે લોકોની માગ

author img

By

Published : Aug 12, 2020, 5:20 PM IST

ભરૂચ: કોરોના દર્દીઓના મૃત્યુ બાદ તેમના મૃતદેહને નર્મદા નદીના કિનારે બનાવેલા સ્પેશિયલ કોવિડ સ્મશાન સુધી જવાના માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે મૃતદેહને સ્મશાન સુધી લઇ જવામાં ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે રાજ્યનું સ્પેશિયલ કોવિડ સ્મશાન ઉભું કરવામાં આવ્યું છે. જેમાં કોરના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જો કે, સુવિધાઓના અભાવે અહીં કામ કરતા સ્વયંસેવકો ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ વરસાદી માહોલ વચ્ચે સ્મશાન સુધી જવાના માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના પગલે મૃતદેહને સ્મશાન સુધી લઇ જવામાં પણ તકલીફ પડે છે. ઉપરાંત, અંતિમ સંસ્કાર માટે લાકડા પણ સ્મશાનથી દુર હોવાને કારણે લાકડા લઇ જવામાં પણ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ માર્ગનું સમારકામ કરાવવામાં આવે એ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.