ETV Bharat / state

છેડતી કરનાર રોમિયોને ભરબજારે પબ્લિકે ધોઈ નાખ્યો, દંડા તમાચાનો આપ્યો પ્રસાદ - Jambusar viral video

ભરૂચના જંબુસરમાં ભર બજારે એક રોમિયોને ધોઈ નાખ્યાનો (People beat up youth in Jambusar)વાયરલ વિડીયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ રોમિયો શાળાએ જતી છાત્રાની છેડતી કરતો હતો. જેને લઈને લોકો 20 જેટલા તમાચાનો મેથીપાક ચખાડ્યો છે. (Jambusar student molesting)

છેડતી કરનાર રોમિયોને ભરબજારે પબ્લિકે કાયદો હાથમાં લઈને ધોઈ નાખ્યો, દંડા તમાચાનો આપ્યો પ્રસાદ

author img

By

Published : Dec 23, 2022, 6:26 PM IST

જંબુસરમાં ભર બજારે લોકોએ કાયદો હાથમાં લીધો, છેડતી કરનાર રોમિયોને ધોઈ નાખ્યો

ભરૂચ : જંબુસરમાં ભર બજારે લોકોએ કાયદો હાથમાં લઈને છેડતી કરનાર રોમિયોને ધોઈ નાખ્યાનો વિડિયો વાયરલ થઈ છે. જંબુસરની મુખ્ય બજારમાંથી (Jambusar Main Market) રોજ શાળાએ જતી આવતી વિધાર્થીની છેડતી (Jambusar student molesting) કરતા દુકાનદારને મંગળવારે પબ્લિકે જ પોલીસ બની લાફા અને તમાચા ઝીંકી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. બજારમાં યુવાનની પીટાઈને લઈ અન્ય દુકાનદાર વેપારીઓમાં પણ સન્નાટો મચી ગયો હતો. તેનો વિડીયો વાયરલ થયો હતો. (People beat up youth in Jambusar)

શું હતો સમગ્ર મામલો જંબુસર તાલુકાના એક ગામની દીકરી રોજ જંબુસરમાં શાળાએ આવતી જતી હતી. જંબુસર મુખ્ય બજારમાંથી રોજ પસાર થતી આ વિદ્યાર્થીનીને એક દુકાનદાર યુવક છેડતી કરતો હતો. છેલ્લા ત્રણ દિવસથી દુકાનદાર યુવકની છેડતીને લઈ છાત્રાએ સ્કૂલે જવાની જ ના પાડી દીધી હતી. મંગળવારે વિધાર્થીનીના પરિવારજનોએ તેને કારણ પૂછતાં છાત્રા ધ્રુસકે ધ્રુસકે રડતા પોતાની સાથે યુવક દ્વારા કરાતી હેરાનગતિ અને કોમેન્ટો અંગે પરિવારને જણાવ્યું હતું. (Youth molested a student in Jambusar)

આ પણ વાંચો અમદાવાદ માંથી વધુ એક લપંટ શિક્ષક ઝડપાયો, વિદ્યાર્થીનીઓની કરતો હતો છેડતી

18થી 20 દંડા અને 19 જેટલા તમાચાઓ જેને લઈ પરિવારજનો આગ બબુલા થઈ ગયા હતા. દીકરીને સ્કૂલે મોકલી તેની પાછળ પરિવારજનો પણ નીકળ્યા હતા. જેવું જ જંબુસર મુખ્ય બજાર આવતા દુકાનદારે છેડતી કરવા જતાં પરિવારજનો અને પબ્લિકે યુવાનને બજારના મુખ્ય રસ્તા ઉપર બહાર લાવી તેની બરાબરની ધુલાઈ શરૂ કરી દીધી હતી. મુખ્ય બજારમાં જ દુકાનદારની લાફા અને દંડા વડે બરાબરની ધુલાઈને લઈ અન્ય દુકાનદારો પણ વચ્ચે પડવા જતા પબ્લિકે તેમને વચ્ચે નહિ પડવા ટકોર કરી હતી. હવે કોઈ પણ છાત્રાની છેડતી કરશે તેમ કહી પબ્લિકે યુવાનને 18થી 20 દંડા અને 19 જેટલા તમાચાઓ ઝીંકી દીધા હતા. ઘટનાને લઈ બજારમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. (Romeo in Jambusar)

આ પણ વાંચો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ આઈ લવ યુ કહીને ટીચરની રોજ કરતા છેડતી, નોંધાયો કેસ

રાજકારણીઓ, વેપારીઓ વચ્ચે પડ્યા તે સમયે સમગ્ર ઘટનાને કોઈએ મોબાઈલમાં કેદ કરી તેના વિડિયો વાયરલ (Jambusar viral video) કરતા ભારે ખળભળાટ મચી ગયો હતો. આ જાહેરમાં દુકાનદાર રોમિયોને મેથીપાકને અન્ય સ્કૂલની પસાર થતી છાત્રાઓએ જોતાં તેઓ પણ જે થયું તે જરૂરી હોવાનો ઉદગાર વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ રાજકારણીઓ, વેપારીઓ વચ્ચે પડ્યા બાદ ઘટનામાં સમાધાન કરાવી દેવાની વિગતો બહાર આવી રહી છે. આ વાયરલ વીડિયોની પુષ્ટિ ETV Bharat કરતું નથી. (Jambusar Crime News)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.