કમોસમી વસાદ અને ઓછા ઉત્પાદન સહિતના કારણોના પગલે થોડા દિવસો અગાઉ ડુંગળીનો પ્રતિકિલોનો ભાવ 100થી 120 રૂપિયે પહોંચ્યો હતો. જેના પગલે સામાન્ય વર્ગની હાલત કફોડી બની હતી અને ખાણીપીણીની ડીશમાંથી ડુંગળી જ ગાયબ થઇ ગઈ હતી. જો કે, હવે માર્કેટમાં ડુંગળીની આવક સામાન્ય થઇ જતા ભાવમાં સીધો 50 ટકાનો ઘટાડો નોધાયો છે.
અંકલેશ્વર ભરૂચના છૂટક બજારમાં ડુંગળી 50થી 60 રૂપિયે કિલો વેચાઈ રહી છે. જેના પગલે ગૃહિણીઓ અને સામાન્ય વર્ગને રાહત સાપડી છે.