ETV Bharat / state

ગુજરાત ગેસ કંપનીનું સત્તાવાર નિવેદન: 11 જાન્યુઆરીથી ગેસનો પુરવઠો 29 કલાક બંધ નહીં રહે - ગુજરાત ગેસ

ગુજરાતમાં આગામી 11 જાન્યુઆરી સવારે 5 વાગ્યાથી 29 કલાક સુધી દહેજમાં સમારકામના પગલે ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા ગેસ પુરવઠો બંધ રાખવાના વહેતા થયેલા અહેવાલોથી રાજ્યના 14.16 લાખ ગ્રાહકો અને લાખો વાહનચાલકોમાં હાહાકાર મચી ગયો હતો. આ બાબતે ગુજરાત ગેસ કંપની દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કંપનીનો ગેસ પુરવઠો બંધ રહેશે નહી અને રાબેતા મુજબ ચાલુ જ રહેશે.

ગુજરાત ગેસ
ગુજરાત ગેસ
author img

By

Published : Jan 8, 2021, 5:44 PM IST

  • ગેસ પુરવઠો બંધ રહેવાને લઈને ગુજરાત ગેસ કંપનીનું સત્તાવાર નિવેદન
  • 11 જાન્યુઆરીએ ગેસનો પુરવઠો 29 કલાક બંધ નહીં રહે
  • ગેસ પુરવઠાને અસર થયા વગર સમારકામ કરવામાં આવશે

ભરૂચ/દહેજ: રાજ્યના 14 લાખ PNG, 3700 ઇન્ડસ્ટ્રીઝ, 12300 કોમર્શિયલ અને 400થી વધુ CNG પમ્પ પર પુરવઠો ચાલુ રહેશે. ગુજરાતમાં આગામી 11 જાન્યુઆરી સવારે 5 વાગ્યાથી 29 કલાક સુધી દહેજમાં સારકામના પગલે ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા ગેસ પુરવઠો બંધ રાખવાના વહેતા થયેલા અહેવાલોથી રાજ્યના 14.16 લાખ ગ્રાહકો અને લાખો વાહનચાલકોમાં હાહાકાર મચી ગયો હતો. આ બાબતે ગુજરાત ગેસ કંપની દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીને ગેસ પુરવઠો બંધ રહેશે નહી અને રાબેતા મુજબ ચાલુ જ રહેશે.

ગેસ સપ્લાય બંધ થવાના વહેતા થયા હતા સમાચાર

આગામી તારીખ 11 જાન્યુઆરીએ ગુજરાતમાં ગેસ સપ્લાય બંધ રહેશે. તેવા અહેવાલોને લઈ શુક્રવારે રાજ્યભરમાં ગૃહિણીઓ, ગેસ વપરાશકારોમાં હડ્કંપ મચી ગયો હતો. વહેતા થયેલા અહેવાલો મુજબ દહેજમાં ગેસની પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવનાર હોય એક દિવસ માટે એલપીજી, સીએનજી અને પીએનજીનો પુરવઠો બંધ રાખવામાં આવશે તેવી માહિતીઓ ફરતી થઈ હતી.

કંપનીની સ્પષ્ટતા

ઇ ટીવી ભારત દ્વારા ગુજરાત ગેસ કંપનીનો સંપર્ક કરાતા કંપનીના જનસંપર્ક અધિકારી દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે “ગુજરાત ગેસ લિમિટેડ કેટલાક સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાબતે સ્પષ્ટતા કરવા માગે છે કે, ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજ્યિક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે જેની નોંધ લેવા વિનંતી છે.”

ગેસ પુરવઠાને અસર વગર સમારકામ કરાશે

દહેજમાં સમારકામ ગેસ પુરવઠાને અસર પોહચાડ્યા વગર હાથ ધરવામાં આવશે. રાજ્યમાં GGCL દ્વારા 14 લાખથી વધુ ગ્રાહકોને ઘરમાં PNG, 3700 ઉદ્યોગો, 12300 કોમર્શિયલ ગ્રાહકો અને 400થી વધુ CNG પંપો પરથી વાહનોને છેલ્લા 24 વર્ષથી ગેસનો પુરવઠો અવિરત રીતે પોહચડવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.