વાગરા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ તાલુકા અને વાગરા તાલુકાના નર્મદા નદીના કિનારે જળ માર્ગને બંધ કરીને કેટલાક માથાભારે તત્વો નદીમાં ખૂંટા નાખીને માછીમારી કરે છે. જેને પગલે બારેમાસ ઝાળો નાખીને માછીમારી કરતા માછીમારોને નુકસાન થઇ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તદઉપરાંત નદીમાંથી હોડી લઈ જવામાં પણ મુશ્કેલી થઇ રહી છે.
સાથે-સાથે ખૂંટાઓને પગલે જાળો તૂટી જવાથી આદિવાસી માછીમારોએ બેરોજગાર થવાની પરીસ્થિતનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે તંત્ર ત્વરિત આ તમામ ખૂંટાઓ કાયમી ધોરણે દુર કરીને નાસ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જો તમામ ખૂંટાઓ 24મી જુલાઈ સુધી દુર કરવામાં આવશે નહી તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.