ETV Bharat / state

Narmada Floods: નર્મદાના પાણીમાં પલળી ગયા પાઠ્યપુસ્તકો, લક્ષ્મીએ કહ્યું - 'હવે ભણશું નહીં, મજૂરી કરીશું' - Narmada Floods

"હવે ભણશું નહીં મજૂરી કરીશું" - આ શબ્દો છે અંકલેશ્વરની લક્ષ્મીના. નર્મદાના પૂરમાં અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટના પરિવારની ધોરણ 10માં અભ્યાસ કરતી લક્ષ્મીના પાઠ્યપુસ્તકો પલળી જતાં હવે તેેને ભણતર છોડવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

Narmada Floods
Narmada Floods
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 8:26 PM IST

"હવે ભણશું નહીં મજૂરી કરીશું" - લક્ષ્મી

ભરૂચ: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને નર્મદા ડેમના પાણી છોડવાના કારણે ભરૂચ અને નર્મદા જિલ્લા ભારે નુકશાન થયું છે. પાંચ દાયકા બાદ આવેલ પૂરે ભરૂચને હલાવી નાખ્યું છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 35 કરતા વધુ ગામો અને ભરૂચ-અંકલેશ્વરની 200 કરતા વધુ સોસાયટીઓમાં રહેતા હજારો પરિવાર પર તેની અસર થઈ છે.

પૂરે વેર્યો વિનાશ: પૂરના પાણીએ વેરેલા વિનાશની રૂવાટા ઉભા કરાવી દે તેવી તસવીરો સામે આવી રહી છે. પુરના પાણીએ અનેક પરિવારને બેઘર કરવા સાથે જાનમાલને પણ એટલું જ નુકસાન કર્યું છે. પુરના પાણી ઓશર્યા બાદ મકાનો, શાળા, દુકાનોમાં કાદવ-કિચડનું સામ્રાજ્ય સર્જાવા સાથે ઘરવખરી પણ બરબાદ થઈ છે.

પુસ્તકો પલળી ગયા: નર્મદાના પૂરમાં અંકલેશ્વરના જુના બોરભાઠા બેટમાં પાઠ્યપુસ્તકો પલળી જતાં ધોરણ 10માં અભ્યાસ કરતી લક્ષ્મીને ભણતર છોડવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. પોતાની આપવીતી સંભળાવતાં લક્ષ્મીએ સરકાર હવે ઘર બનાવી આપવા સાથે શૈક્ષણિક કીટ પૂરી પાડે તેવી માંગ કરી હતી.

સહાયની રાહ: 16 વર્ષીય લક્ષ્મી જણાવે છે કે પૂરના પાણીમાં ઘરવખરી સાથે પાઠ્યપુસ્તકો પણ પલળાયા હોવાથી નકામા થયા છે. ત્યારે આગળ હવે અભ્યાસ કેવી રીતે કરશેના સવાલના પ્રતિઉત્તરમાં તે જણાવે છે કે હવે ભણાવવાનું બંધ મજૂરી કરીશું. આ વાત સંભાળી ખરેખર થાય છે કે ગરીબી મનુષ્યને ઉંમર કરતા પહેલા સમજદાર બનાવી દે છે. જોકે 16 વર્ષીય લક્ષ્મી હવે સામાજિક સંસ્થાઓ કે સરકાર તેમને છત અને શિક્ષણ આપવામાં સહાયતા કરશે તેવી આશાએ રાહ જોઇને બેઠી છે.

  1. Narmada River Floods: પૂરને લઈને સરકારનો જવાબ - અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય ટીમ કાર્યરત, 4 લાખથી વધુ લોકોનું કર્યું સર્વેલન્સ
  2. AAP Allegation on Govt : દક્ષિણ ગુજરાતમાં આવેલી પૂર હોનારત કુદરતી હોનારત નહી માનવસર્જિત હોવાનો 'આપ'નો આક્ષેપ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.