ગત તારીખ-24મી જુલાઈના રોજ ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામે ધારોલી ગામના ફૈઝ કુરેશીને ગામની આદિવાસી યુવતી સાથે પ્રેમ સંબંધની અદાવતે ટોળાએ હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેને પ્રથમ સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે ઝઘડિયા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હત્યામાં સંડોવાયેલ યુવતીના પિતા દિનેશ દેવાભાઈ વસાવા,અજિત પંકજભાઈ વસાવા અને વિનીત રસિકભાઈ વસાવા તેમજ અક્ષય ગણપતભાઈ વસાવાની ધરપકડ કરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવાની પોલીસે કવાયત હાથ ધરી છે.