ETV Bharat / state

મનસુખ વસાવાએ જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યા બાદ ભરૂચ કલેકટર કચેરીએ ન ફરક્યાં છોટુ વસાવા

ભરુચ કલેક્ટર કચેરીએ આજે રાજકીય દંગલનો નજારો સર્જાવાનો હતો. જોકે પ્રતિદ્વન્દ કરવા માટે છોટુ વસાવા મેદાનમાં ઊતર્યાં નહી જેને લઇને શહેરીજનોને બે પીઢ રાજકીય હસ્તીઓની વાણીપ્રતિભાના વધુ એક અનુભવથી વંચિત રહેવું પડ્યું હતું. આદિવાસી પટ્ટાની જમીનો છોટુ વસાવાએ પચાવી પાડી છે તેવા આક્ષેપ બાદ મનસુખ વસાવાએ જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો અને તેઓ કલેક્ટર કચેરીએ આવ્યાં હતાં પરંતુ છોટુ વસાવા ફરક્યાં જ નહીં, અને મનસુખ વસાવા રાહ જોતાં રહી ગયાં.

મનસુખ વસાવાએ જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યા બાદ ભરૂચ કલેકટર કચેરીએ ન ફરક્યાં છોટુ વસાવા
મનસુખ વસાવાએ જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યા બાદ ભરૂચ કલેકટર કચેરીએ ન ફરક્યાં છોટુ વસાવા
author img

By

Published : Jul 27, 2020, 7:41 PM IST

ભરુચઃ ભરૂચ જિલ્લાના આદિવાસી પટ્ટા ઉપરની જમીનો બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા પચાવી પાડવામાં આવી હોવાના આક્ષેપ સામે સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં ચર્ચા કરવાનું નિમંત્રણ આપ્યું હતું. સાંસદ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત હતાં પરંતુ ધારાસભ્ય છોટુ વસાવા ફરક્યાં ન હતાં.

મનસુખ વસાવાએ જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યા બાદ ભરૂચ કલેકટર કચેરીએ ન ફરક્યાં છોટુ વસાવા

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તાજેતરમાં જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી ભરૂચ જિલ્લાના વાલીયા, નેત્રંગ તેમ જ ઝગડીયા તાલુકાની કેટલીક ગૌચર તેમજ સરકારી જમીન ઉપર બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાના ઇશારે ગેરકાયદે કબજો કરી લેવાયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. જો કે ત્યારબાદ છોટુ વસાવાએ જવાબ આપતા જણાવ્યું હતું કે સાંસદ ચોરીછૂપે પત્ર લખે છે તેઓ જાહેરમાં ચર્ચા કરવા નથી આવતાં. જેની સામે સાંસદ મનસુખ વસાવાએ આજરોજ ભરૂચ જ્લ્લા કલેકટર કચેરી ખાતે જાહેરમાં ચર્ચા કરવા તેઓને નિમંત્રણ આપ્યું હતું.

આજે સવારે મનસુખ વસાવા તો કલેકટર કચેરી ખાતે પહોચી પણ ગયાં હતાં. જો કે ધારાસભ્ય છોટુ વસાવા ફરક્યા ન હતાં. સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બીટીપીના ધારાસભ્યના ઇશારે અનેક ગામોની ગૌચરની જમીનો હડપ કરવામાં આવી છે. ઉપરાંત વાસણા ગામ નજીક નર્મદાના અસરગ્રસ્તોને અપાયેલ જમીન પણ તેઓએ પચાવી પાડી છે અને અસરગ્રસ્તોને ભગાડી મૂકી આજે આ જમીન પર ખેતી કરી કરોડોની કમાણી કરવામાં આવી છે. આ તમામ મુદ્દાઓ પર રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે અને હવે આ મુદ્દાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.