અંકલેશ્વરઃ અંકલેશ્વરના તમામ 9 વોર્ડમાં હવેથી મુલાકાતીઓનું મૂવમેન્ટ રજિસ્ટર મેઇન્ટેન કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ અટકાવવા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ને રોજ નવા પોઝેટીવ કેસ બહાર આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા કમર કસવામાં આવી છે.
આજરોજ પ્રાંત અધિકારી રમેશ ભાગોરાની અધ્યક્ષતામાં નગરપાલિકા ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓની અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો સાથે જ અંકલેશ્વર નગર સેવાસદનના તમામ 9 વોર્ડમાં મૂવમેન્ટ રજુસ્ટર મેઇન્ટેઇન કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. વોર્ડમાં બહારથી આવતાં લોકોના નામસરનામાં રજિસ્ટરમાં નોધવામાં આવશે. બાદમાં આરોગ્યકર્મીઓ આ અંગેની ચકાસણી કરી જરૂરી પગલાં ભરશે.