ETV Bharat / state

લોકડાઉનના પગલે દહેજમાં આવેલા મીઠા ઉદ્યોગને ફટકો - કોરોનાનો કોળો કહેર

દેશમાં લોકડાઉનના પગલે દહેજમાં આવેલા મીઠા ઉદ્યોગને વ્યાપક નુકસાન પહોચ્યું છે. કમોસમી વરસાદના કારણે મીઠાનું ઉત્પાદન મોડું થયા બાદ લોકડાઉનનાં પગલે મીઠા ઉદ્યોગને ફટકો પડ્યો છે.

કન્ટ્રી લોકડાઉનના પગલે દહેજમાં આવેલા મીઠા ઉદ્યોગને વ્યાપક નુકશાન

author img

By

Published : Apr 9, 2020, 2:42 PM IST

ભરૂચઃ કન્ટ્રી લોકડાઉનના પગલે દહેજમાં આવેલા મીઠા ઉદ્યોગને વ્યાપક નુકસાન પહોચ્યું છે. આ ઉપરાંત કમોસમી વરસાદના કારણે મીઠાનું ઉત્પાદન મોડું થયા બાદ લોકડાઉનનાં પગલે મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જેના પગલે જીવન જરૂરિયાતની વસ્તુઓના વેચાણ સિવાય તમામ દુકાનો અને ઉદ્યોગો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

દહેજ ખાતે કોસ્ટલ એરિયામાં મોટો મીઠા ઉદ્યોગ ધમધમે છે. મીઠું એ રોજીંદા જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે ત્યારે લોકડાઉનના પગલે મીઠા ઉદ્યોગ પર માઠી અસર જોવા મળી રહી છે. આ વર્ષે કમોસમી વરસાદના કારણે મીઠાનું ઉત્પાદન મોડું શરૂ થયું હતું અને બાદમાં લોકડાઉન થઇ જતા મીઠા ઉદ્યોગની હાલત કફોડી બની છે.

કન્ટ્રી લોકડાઉનના પગલે દહેજમાં આવેલા મીઠા ઉદ્યોગને વ્યાપક નુકશાન
કન્ટ્રી લોકડાઉનના પગલે દહેજમાં આવેલા મીઠા ઉદ્યોગને વ્યાપક નુકશાન

દહેજ ખાતે આવેલા વિવિધ સોલ્ટ ફેક્ટરીમાં મીઠું બનીને તૈયાર છે, પરંતુ ટ્રાન્સપોટેશન બંધ હોવાના કારણે ઉત્પાદિત મીઠું સોલ્ટ ફેક્ટરીમાં જ પડી રહ્યું છે. તો બીજી તરફ રો મટીરીયલની પણ અછત સર્જાઈ છે.

કોરોનાની દહેશતના પગલે શ્રમજીવીઓએ પણ તેમના વતનમાં હિજરત કરી છે, ત્યારે મીઠા ઉદ્યોગ બંધ થઇ ગયો છે. જો આ પરિસ્થિતિ રહી તો, આવનારા સમયમાં મીઠાની અછત સર્જાઈ તેવા એંધાણ છે અને 50 ટકા પ્રોડકશન લોસનો ખતરો તોળાઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.