આદિવાસીઓની આ લડતમાં જોડાવા સાંસદે ફેસબુક પોસ્ટથી જાણ કરી છે. સાંસદ મનસુખ વસાવા હંમેશા તેમના નિવેદનોનાં કારણે વિવાદમાં રહે છે, ત્યારે હવે મનસુખ વસાવાએ ભરૂચ પોલીસ સામે બાંયો ચઢાવી છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી નજીક 7 જેટલા આદિવાસી પરિવારો વર્ષોથી ઝૂંપડામાં રહે છે. જેઓને પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, પોલીસ દ્વારા આદિવાસી પરિવારોને ખોટી રીતે ધાક ધમકી આપી હેરાન કરવામાં આવે છે. જેનાથી આદિવાસી પરિવારોમાં નારાજગી છે, ત્યારે તેઓ આદિવાસીઓની સાથે છે અને આદિવાસીઓ કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાના છે એ કાર્યક્રમમાં સાંસદ પણ જોડાશે.