- મોંઘવારીનો મહિલા કોંગ્રેસ દ્વારા ભરૂચમાં અનોખી રીતે વિરોધ
- મહિલા કોંગ્રેસની બહેનોએ માર્ગ પર ચૂલો સળગાવ્યો
- રાંધણગેસ તથા ખાદ્યતેલના ભાવ વધારા સામે વિરોધ
ભરુચઃ મહિલા કોંગ્રેસ પાંખ દ્વારા ભરૂચના જયોતિનગરના મુખ્ય રોડ પર અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાંધણગેસ તથા ખાદ્યતેલના ભાવોમાં થયેલ ભાવવધારો પાછો ખેંચવાની માગ સાથે વિરોધ દર્શવાવા માટે ભરૂચમાં મહિલા કોંગ્રેસની કાર્યકરોએ રસ્તાની વચ્ચે ચૂલો બનાવી વિરોધ કર્યો હતો.
- સરકારના હાયહાયના છાજિયાં લીધાં
ભરૂચ શહેરના જયોતિનગર રોડ પર મહિલા કોંગ્રેસની આગેવાનો અને કાર્યકરોએ એકત્ર થઇ રસ્તાની વચ્ચે ચૂલો બનાવ્યો હતો. તેમણે ભાજપ તથા કેન્દ્ર સરકારની હાય બોલાવી હતી. સરકારની નિષ્ફળતાના કારણે મહિલાઓને ફરી ચૂલો સળગાવવો પડે તેવી નોબત આવી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. વિરોધ કરી રહેલ કોંગ્રેસના મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી,
- વિરોધ પ્રદર્શનમાં માત્ર ગણ્યાગાંઠ્યાં કાર્યકરો જ જોવા મળ્યાં
ભરૂચ જિલ્લાઆ મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ભાવ વધારાના વિરોધમાં યોજાયેલ કાર્યક્રમમાં માત્ર ગણ્યાગાંઠ્યાં કાર્યકરો જ જોવા મળ્યા હતાં તો તેની સામે પોલીસનું સંખ્યાબળ વધારે હતું!!