ETV Bharat / state

કલમ 370 નાબૂદ કરાતા ભરૂચમાં ભારત એકતા કૂચનું આયોજન - India unity march organized in Bharuch

ભરુચઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરાતા ભરૂચ જીલ્લા નાગરિક સમિતિ દ્વારા ભારત એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

કલમ ૩૭૦ નાબુદ કરાતા ભરૂચમાં ભારત એકતા કૂચનું આયોજન
author img

By

Published : Sep 26, 2019, 3:58 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી વિવાદિત કલમ 370 અને 35-A હટાવી દેવામાં આવી છે,ત્યારે ઠેર ઠેર ઉજવણી થઇ રહી છે, જેના ભાગરૂપે જીલ્લા નાગરિક સમિતિ દ્વારા ભારત એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીકથી ભારત એકતા કૂચનું પ્રસ્થાન થયું હતું.

કલમ ૩૭૦ નાબુદ કરાતા ભરૂચમાં ભારત એકતા કૂચનું આયોજન

જેમાં ભાજપના આગેવાન દેવુસિંહ ચોહાણ, પ્રદેશ ભાજપના મહામંત્રી ભારતસિંહ પરમાર, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ જીલ્લા ભાજપના પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ભારત એકતા કૂચ રેલ્વે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ રોડ,કલેકટર કચેરી થઇ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પહોચી હતી.જ્યાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. જેમાં કલમ 370 અને 35-A બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Intro:જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદ કરાતા ભરૂચ જીલ્લા નાગરિક સમિતિ દ્વારા ભારત એકતા કૂચનું આયોજન
-ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા
-પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ યોજાયું
Body:જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદ કરાતા ભરૂચ જીલ્લા નાગરિક સમિતિ દ્વારા ભારત એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા Conclusion:કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી વિવાદિત કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવી દેવામાં આવી છે ત્યારે ઠેર ઠેર ઉજવણી થઇ રહી છે જેના ભાગરૂપે ભરૂચ જીલ્લા નાગરિક સમિતિ દ્વારા આજરોજ ભારત એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું .ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીકથી ભારત એકતા કૂચનું પ્રસ્થાન થયું હતું જેમાં ભાજપના આગેવાન દેવુસિંહ ચોહાણ,પ્રદેશ ભાજપના મહામંત્રી ભારતસિંહ પરમાર,ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,ભરૂચ જીલ્લા ભાજપના પ્રમુખ યોગેશ પટેલ,મહામંત્રી ધર્મેશ ભટ્ટ,પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.ભારત એકતા કુચ રેલ્વે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ રોડ,કલેકટર કચેરી થઇ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પહોચી હતી જ્યાં પ્રબુદ્ધ ન્ગારિક સંમેલન યોજાયું હતું જેમાં કલમ ૩૭૦ અને ૩૫-એ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

બાઈટ
ભારતસિંહ પરમાર-મહામંત્રી,ગુજરાત પ્રદેશ ભાજપ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.