- ભરૂચના મહમદપૂરા નજીકના ઘાસ મંડાઈ વિસ્તારમાં પાણી ભરાયાં
- ગટર લાઈન જામ થતાં દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યા
- ગટર લાઈનની અધૂરી કામગીરીના કારણે સ્થાનિકોને સમસ્યા
ભરૂચઃ મહમદપૂરા નજીકના ઘાસ મંડાઈ વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા ગટર લાઈનની કામગીરી અધૂરી છોડી દેવાતા ગટર લાઈન જામ થઈ ગઈ હતી. અને દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યા હતા. આને પગલે સ્થાનિકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
![ભરૂચના ઘાસ મંડાઈ વિસ્તારમાં ગટર લાઈનની કામગીરી અધૂરી રહેતા ઠેર ઠેર પાણી ભરાયાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10109269_gatar_b_gj10045.jpg)
હાડ થીજવતી ઠંડી વચ્ચે રસ્તા પર પાણી ભરાતા લોકો અટવાયા
એક તરફ હાડ થીજવતી ઠંડી તો બીજી તરફ રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે. મહમદપૂરા નજીક આવેલ ઘાસ મંડાઈ નજીક માર્ગ પર પાણી જ પાણી જોવા મળ્યું હતું એની પાછળનું કારણ છે તંત્રની બેદરકારી. તંત્ર દ્વારા દિવાળી અગાઉ ગટર લાઈનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, દિવાળી દરમિયાન બંધ થયેલી કામગીરી પુન: શરૂ ન કરાતા ખૂલ્લી ગટરમાં કચરો ફસાયો હતો અને ગટર લાઈન જામ થઈ ગઈ હતી. આથી ગાત્રનું દૂષિત પાણી ઉભરાઈને આજે માર્ગ પર ફરી વળ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે.
![ભરૂચના ઘાસ મંડાઈ વિસ્તારમાં ગટર લાઈનની કામગીરી અધૂરી રહેતા ઠેર ઠેર પાણી ભરાયાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10109269_gatar_a_gj10045.jpg)
ગટરના દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળે તેની સ્થાનિકોમાં ભય છે તો માર્ગ પર પાણીના કારણે વાહન ચાલકોએ અવર જવર કરવામાં પણ મુશ્કેલી પડી હતી ત્યારે તંત્ર વહેલી ગટર લાઇનની બંધ પડેલી કામગીરી વહેલી તકે શરૂ કરાવે એ જરૂરી છે.