- ભરુચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા
- જંબુસર ખાતે ભાજપની પેજ સમિતિની બેઠક મળી
- કોંગ્રેસના 100 કાર્યકરો ભાજપમાં જોડાયા
ભરુચઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે ત્યારે જંબુસર ખાતે ભાજપાની પેજ સમિતિની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના 100 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
જંબુસર ખાતે ભાજપની પેજ સમિતિની બેઠક મળી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જીલ્લાના પ્રભારી તરીકે ભાજપા દ્વારા કુમાર કાનાણી તથા પ્રફુલ્લ પાનસેરિયાની નિમણુક કરવામાં આવી છે. જેઓ દ્વારા તાલુકા કક્ષાએ જઈ વિવિધ સમિતિની બેઠક બોલાવવામાં આવી રહી છે. ત્યારે શનિવારે જંબુસર ખાતે બન્ને પ્રભારીઓના અધ્યક્ષ સ્થાને પેજ સમિતિની બેઠક મળી હતી. જેમાં ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો પેજ પ્રમુખોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
કોંગ્રેસના 100 કાર્યકરો ભાજપમાં જોડાયા
જંબુસર ખાતે યોજાયેલી પેજ સમિતિની બેઠકમાં જંબુસર તાલુકાના કહાનવા ગામના 100 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપામાં જોડાયા હતા. જેઓને ઉપસ્થિતોએ ખેસ પહેરાવી આવકાર્યા હતા. તો પ્રભારીઓએ આગામી સમયને ધ્યાનમાં રાખી કામે લાગી જવા આહ્વાન કર્યું હતું. ઘરે ઘરે જઈ લોકો સુધી ભાજપા દ્વારા કરવામાં આવેલા કામોની માહિતી આપવા જણાવવામાં આવ્યું હતું.
આગેવોનો રહ્યા હતા ઉપસ્થિત
આ કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, જંબુસરના પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી, જીલ્લા મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.