ETV Bharat / state

ભરૂચમાં સફાઈ કામદારો અને શિક્ષકોએ કોરોનાની વેક્સિન મુકાવી

ભરૂચમાં કોરોના વેક્સિનેશન અભિયાનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન નગર સેવાસદનના સફાઈ કામદારો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓએ કોરોનાની વેક્સિન મુકાવી હતી. તમામ લોકોએ વેક્સિન સુરક્ષિત હોવાનું જણાવ્યું હતુું.

ભરૂચમાં સફાઈ કામદારો અને શિક્ષકોએ કોરોનાની વેક્સિન મુકાવી
ભરૂચમાં સફાઈ કામદારો અને શિક્ષકોએ કોરોનાની વેક્સિન મુકાવી
author img

By

Published : Feb 8, 2021, 4:07 PM IST

  • ભરૂચમાં સફાઈ કામદારો અને શિક્ષકોએ કોરોનાની વેક્સિન મુકાવી
  • ભરૂચ સ્ટેશન રોડ મિશ્ર શાળામા વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરાઈ
  • વેક્સિન મૂકાવ્યા બાદ તમામ લોકોએ વેક્સિન સુરક્ષિત હોવાનું જણાવ્યું
    વેક્સિન મુકાવ્યા બાદ તમામ લોકોએ વેક્સિન સુરક્ષિત હોવાનું જણાવ્યું

ભરૂચઃ સમગ્ર દેશ સહિત ગુજરાત અને ભરૂચ જિલ્લામાં કોરોના વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ફ્રન્ટલાઈન વોરિયર્સને પણ તબક્કાવાર વેક્સિન આપવામાં આવી રહી છે. ભરૂચમાં સ્ટેશન રોડ મિશ્રશાળા ખાતે સોમવારે વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ભરૂચ નગર સેવા સદનના સફાઈ કામદારો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓએ વેક્સિન મુકાવી હતી. વેક્સિન મુકાવ્યા બાદ કર્મચારીઓને અડધો કલાક સુધી નિરીક્ષણ રૂમમાં રાખવામાં આવ્યા હતા. જો કે, કોઈને પણ રસીની આડઅસર થઈ ન હતી.

વેક્સિન લેનારાઓએ તમામ લોકોને વેક્સિન લેવા અપીલ કરી

વેક્સિન મુકાવનારા અધિકારીઓએ અને કર્મચારીઓએ કહ્યું હતું કે, વેક્સિન સુરક્ષિત છે. વેક્સિન મૂકાવ્યા બાદ કોઈને આડઅસર થઈ ન હતી અને અન્ય લોકોને પણ રસી મુકાવવા અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.