ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વરમાં કોરોના વોરિયર્સ પોલીસકર્મીએ કોરોના સામે જંગ જીતતા પોલીસ મથકમાં તેઓ પર ફૂલ વરસાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોરોના વાઇરસનો હાહાકાર સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે ત્યારે કોરોના વોરિયર્સ ઘણી મહત્વની ભુમીકા નિભાવી રહ્યા છે, જો કે ઘણા કોરોના વોરિયર્સ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે એક પોલીસકર્મીએ કોરોના સામે જંગ જીતી છે. અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા રતિલાલ વસાવાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશ્યલ જયાબહેન મોદી કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
પોલીસકર્મી રતિલાલ વસાવા સારવાર બાદ સ્વસ્થ થતા તેઓને ગુરૂવારે રજા આપવામાં આવી હતી. પોલીસકર્મી સ્વસ્થ થઇ અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોચતા પોલીસકર્મીઓએ તેમના પર ફૂલ વરસાવી તેમનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનિય છે કે દેશમાં કોરોના વાઇરસનો હાહાકાર ચાલી રહ્યો છે ત્યારે કોરોના વોરિયર્સ ઘણી મહત્વની ભુમીકા નિભાવી રહ્યા છે. દેશમાં ફરજ દરમિયાન ઘણા ડોક્ટર્સ તેમજ પોલીસકર્સીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે ત્યારે કોરોના વાઇરસની જંગ જીતનારા દેશના ઘણા કોરોના વોરિયર્સનું ફૂલોથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે.