ભરૂચઃ નેત્રંગનાં ચાસવડ ગામ નજીક પીકઅપ વાન વ્રુક્ષ સાથે અથડાતા ચાલકને પતરું ચીરી બહાર કઢાયો હતો. દહેજ સેઝ 2માં બેફામ દોડતી કારે શ્રમજીવીઓને અડફેટે લેતા 6 લોકોને ઈજા પહોચી હતી. જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ નેત્રંગના ચાસવડ ગામ નજીક પીકઅપ વાન વ્રુક્ષ સાથે ભટકાતા ચાલકને પતરું ચીરી બહાર કાઢવામાં આવ્યો હતો.
ભરૂચના ઓદ્યોગિક હબ દહેજનાં સેઝ-2માં ગત મોદી રાત્રીએ અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ દોડતી કારનાં ચાલકે માર્ગ પરથી પસાર થઇ રહેલ 6 જેટલા શ્રમજીવીઓને અડફેટે લીધા હતા. જેના પગલે દોડધામ મચી ગઇ હતી. ઈજાગ્રસ્ત શ્રમજીવીઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 6 પૈકી 4 કામદારોની હાલત નાજુક છે.બનાવ અંગે દહેજ પોલીસે ફરીયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
તો આ તરફ નેત્રંગનાં ચાસવડ ગામ નજીકથી પસાર થઇ રહેલ પીકઅપ વાન વ્રુક્ષ સાથે ભટકાઈ હતી. જેમાં વાનમાં સવાર 2 વ્યક્તિને ઈજા પહોચી હતી.પીકઅપ વાનનો ચાલક અંદર ફસાઈ જતા તેને દોઢ કલાકનું રેસ્ક્યુ ઓપરેશન કરી પતરું ચીરી બહાર કાઢવામાં આવ્યો હતો અને બાદમાં સારવાર અર્થે ખસેડાયો હતો.