તેમણે કહ્યું કે, દારૂબંધી યુવાધનને બચાવવાના સ્થાને લિકર માફિયાઓને તગડી કમાણી કરાવે છે. તેમણે કહ્યું કે, દારુબંધીએ લીકર માફિયાઓ માટે આશીર્વાદરૂપ થઇ ગયું છે .આજે જો ગુજરાતમાં દારૂબંધી હટી જાય તો લીકર માફિયાઓ જ સૌથી વધુ વિરોધ નોંધાવે કેમ કે ખરાબ ક્વોલીટીનો દારુ ગુજરાતમાં ઠાલવી લીકર માફિયાઓ જ સૌથી વધુ કમાણી કરે છે અને આ ખરાબ ક્વોલીટીનો દારુ પીવાના કારણે યુવાનો મૃત્યું પામી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ એક વખત પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાંસીયાએ ગુજરાતમાંથી દારુબંધી હટાવી લેવી જોઈએ એવી માંગ કરી હતી. તેઓ દ્વારા રવિવારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર વિધવા મહિલાઓનું વિશાળ સંમેલન પણ યોજાનાર છે, જેમાં દારૂબંધી હટાવી લેવા બાબતે ઠરાવ કરી સરકારમાં રજૂઆત કરવામાં આવશે. પૂર્વ શહેરી વિકાસ પ્રધાન ખુમાનસિંહ વાંસીયાએ ફરી એકવાર ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની માગ કરી હતી.