ભરૂચઃ અંકલેશ્વરમાં એક મોબાઈલ શોપમાં ગઠિયાઓ 48,000 રૂપિયાનો ફોન લઈ ફરાર થઈ (Froud in Mobile Shop Ankleshwar) ગયા હતા. આ ગઠિયાઓએ દુકાનદારને ઓનલાઈન પેમેન્ટનો ફોટો બતાવી તેમની સાથે છેતરપિંડી (Fraud with Ankleshwar shopkeeper) કરી હતી. તો આ મામલે દુકાનદારે પોલીસ ફરિયાદ (Complaint of fraud in Ankleshwar city police station) નોંધાવી હતી.
આ પણ વાંચોઃ જૂનાગઢનાં લગ્નવાચ્છું યુવાન સાથે છેતરપિંડીં કરનાર 3 લોકોની ટોળકી અમદાવાદથી ઝડપાઈ
દુકાનદારે નોંધાવી પોલીસ ફરિયાદ
આ અંગે મળતી માહિતી અનુસાર, પ્રતિન ચોકડી પર એક મોબાઈલ શોપમાં 2 મોંઘા મોબાઈલ ખરીદ્યા પછી ગઠિયાઓએ ઓનલાઈન પેમેન્ટનો ખોટો મેસેજ બતાવી ફોન લઈ ફરાર થયા હતા. રૂપિયા ન મળતા CCTV સાથે મોબાઇલ શોપધારકે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Complaint of fraud in Ankleshwar city police station) નોંધાવી હતી. જોકે, બંને ગઠિયા દુકાનના CCTVમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Thug arrested in Ahmedabad: 7 દિવસમાં પૈસા ડબલ કરી લાલચ આપનારા 4 ઝડપાયાં, આ રીતે કરતાં હતાં છેતરપિંડી
સમગ્ર ઘટના અંગે, જાણો
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારમાં એક મોબાઈલ શોપ આવેલી છે. દુકાનદાર લાલજીભાઈની આ દુકાનમાં મંગળવારે મોડી રાત્રે 2 ગઠિયા (Froud in Mobile Shop Ankleshwar) આવ્યા હતા. તેમને 15 મિનિટ અલગ અલગ ફોન જોયા હતા. ત્યારબાદ 2 મોબાઈલની પસંદગી કરી હતી, જેનું બિલ 48,000 રૂપિયા થયું હતું. જોકે, ગઠિયાઓએ ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફરનો મેસેજ બતાવી ત્યાંથી ચાલતી પકડી હતી. જોકે, થોડી વાર સુધી પેમેન્ટની રાહ જોવા છતાં પૈસા ન મળતા દુકાનદાર સાથે છેતરપિંડી થઈ (Fraud with Ankleshwar shopkeeper) હોવાની જાણ થઈ હતી. તો આ મામલે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Complaint of fraud in Ankleshwar city police station) નોંધવામાં આવી હતી. તો પોલીસે સાઈબર સેલની મદદથી તપાસ શરૂ કરી હતી.