ભરૂચઃ અંકલેશ્વરમાં પોલીસે નેશનલ હાઈવે પરની એક હોટલ પાસેથી કારમાં રાખેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 8.49 લાખનો દારૂ તેમજ કાર સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
મળતી વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકા પોલીસ મથકને માહિતી મળી હતી કે, અંકલેશ્વર કાગદીવાડના બુટલેગર સુજાતખાને કાપોદ્રા ગામની સીમમાં આવેલી નવજીવન હોટલ પાછળ પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં પોતાની માલીકીની કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવ્યો છે, જેના આધારે તાલુકા પોલીસ મથકના સ્ટાફે દરોડા પાડ્યા હતા.
![Foreign liquor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-25sept-02-ank-dar_25092020172508_2509f_1601034908_853.jpg)
પોલીસને ત્યાથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 5 હજારથી વધુ બોટલ મળી આવી હતી, જેથી પોલીસે રૂપિયા 8.49 લાખનો વિદેશી દારૂનો જથ્થો તેમજ કાર મળી રૂપિયા 13.59 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ખાતેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.