નર્મદામાં પૂરની સ્થિતિ સર્જાતા અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ, ખાલાપિયા, સરફૂદ્દીન, જુના દીવા તો ઝઘડિયાના જુના જરસાડ, પોરા, તરસાલી અને ભરૂચના શુક્લતીર્થ સહિતના ગામોમાં નદીના પાણી ફરી વળ્યા હતાં. જેના કારણે ગામ લોકોની હાલત કફોડી બની છે. તંત્ર દ્વારા જિલ્લામાંથી 4 હજારથી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
પૂરની સ્થિતિ અંગે ભરૂચના જિલ્લા કલેક્ટર એમ. ડી. મોડિયાએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે ભરૂચમાં પૂરની સ્થિતિ ઉભી થઈ હતી. જેથી પ્રભાવિત વિસ્તારના 23 ગામના 4 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.