ETV Bharat / state

અંકલેશ્વરમાં ભંગારના 3 ગોડાઉનમાં આગ - Loss of life and property

ઉનાળો આવતાની સાથે આગના બનાવોમાં વધારો થતો હોય છે. ઔદ્યોગીક નગરી અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક હાઈવે પર આવેલા ડમ્પયાર્ડમાં એકાએક આગ લાગી ગઈ હતી. ફાયરલાશ્કરોએ આગ પર ભારે જેહમત બાદ કાબુ મેળવ્યો હતો જોકે આગને કારણે કોઈ જાનમાલ હાની નહોતી થઈ.

aag
અંકલેશ્વરમાં ભંગારના 3 ગોડાઉનમાં આગ
author img

By

Published : May 6, 2021, 12:19 PM IST

  • અંકલેશ્વરમાં ભંગારના 3 ગોડાઉનમાં આગ
  • 8 ફાયર ફાયટરોએ મેળવ્યો કાબુ
  • આગને કારણે કોઈ પણ પ્રકારની જાનમાલ હાની નહીં

અંકલેશ્વર : જિલ્લાની નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલા ભંગારના 3થી વધુ ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડને આગનો કોલ મળતા 8થી વધુ ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પાર કાબુ મેળવ્યો હતો.

એક ગોડાઉનમાં લાગેલી આગને કારણે અન્ય 2 ગોડાઉનમાં પ્રસરી

ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં અવારનવાર આગના બનાવો બને છે. ફરીએકવાર અંકલેશ્વરમાં આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એકપછી એક એમ ત્રણ ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા. જેના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : છેલ્લા ઘણા સમયથી ઈલેક્ટ્રિક સપ્લાય સતત ચાલુ રહેવાને કારણે આગની ઘટનામાં વધારો

8 ફાયરફાયટરોએ આગ પર મેળવ્યો કાબુ

બનાવની જાણ થતાની સાથે જ 8 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પાર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.