ETV Bharat / state

વાલિયાના કોંઢ ગામ નજીક ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ - Truck Fire

વાલિયાના કોંઢ ગામ નજીક ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. વાલિયા અંકલેશ્વર રોડ પરથી પસાર થતી એક ટ્રકમાં આજે સવારના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો.

વાલિયાના કોંઢ ગામ નજીક ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ

author img

By

Published : Nov 9, 2020, 3:34 PM IST

  • વાલિયાના કોંઢ ગામ નજીક ટ્રકમાં આગ
  • ટ્રકચાલકનો બચાવ થયો
  • ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

ભરુચઃ વાલિયાના કોંઢ ગામ નજીક ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી. વાલિયા અંકલેશ્વર રોડ પરથી પસાર થતી એક ટ્રકમાં આજે સવારના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી.. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ટ્રકનો ચાલક સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. આગમાં ટ્રક બળીને ખાક થઇ ગઈ હતી. બનાવની જાણ થતાંની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગની ઘટનાના પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ

આગની ઘટનાના પગલે અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં અને વાહનોની લાંબી કતાર લાગી હતી. પોલીસે ઘટનાસ્થળે આવી બળી ગયેલી ટ્રકને માર્ગની બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.