ETV Bharat / state

અંકલેશ્વરના દિવા ગામના ખેડૂતોએ એક્સપ્રેસ વેની કામગીરી સામે કર્યો વિરોધ - Protest against the operation of the expressway

વડોદરા-મુંબઈ વચ્ચે બની રહેલી એક્સપ્રેસ વેની કામગીરી સામે અંકલેશ્વર તાલુકાના દીવા ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા 211 મુજબનું વળતર ચુકવવાની જાહેરાત કરવામાં આવતા ખેડૂતોએ કામગીરી અટકાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ખેડૂતોએ એક્સપ્રેસ વેની કામગીરી સામે કર્યો વિરોધ

author img

By

Published : Jan 15, 2021, 9:13 PM IST

  • અંકલેશ્વરના દિવા ગામના ખેડૂતોએ કર્યો વિરોધ
  • એક્સપ્રેસ વેની કામગીરી અટકાવી નોંધાવ્યો વિરોધ
  • 2011 મુજબનું વળતર આપવાની જાહેરાત કરાતા ખેડૂતોમાં રોષ

ભરૂચઃ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વડોદરા-મુંબઈ વચ્ચેના એક્સપ્રેસ વેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. જે માટે મોટા ભાગની જમીનનું સંપાદન પણ થઇ ગયું છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના દીવા ગામના ખેડૂતોની જમીન પણ આ એક્સપ્રેસ વે માં ગઈ છે. જેઓ કેટલાય વર્ષોથી વળતર માટે સરકાર સામે આશ લગાવીને બેઠા હતા. પરંતુ સરકારે આ ખેડૂતોને વર્ષ 2011ની જંત્રી મુજબ વળતર આપવાની જાહેરાત કરતા ખેડૂતો રોષે ભરાયા છે.

ખેડૂતોએ એક્સપ્રેસ વેની કામગીરી સામે કર્યો વિરોધ
ખેડૂતોએ એક્સપ્રેસ વેની કામગીરી સામે કર્યો વિરોધ
યોગ્ય વળતર ન મળે તો કામગીરી ન કરવા દેવાની ચીમકી

દીવા ગામના ખેડૂતોએ શુક્રવારના રોજ એક્સપ્રેસ વેની ચાલી રહેલી કામગીરીને અટકાવી હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જો તેઓને યોગ્ય વળતર નહિ મળે તો આ કામગીરી શરુ નહિ કરવા દેવાય તેવી ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમજાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, ધરતીપુત્રો પોતાના વળતરના મામલે મક્કમ જોવા મળ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.