ભરુતઃ વાલીયા તાલુકાના ડેહલી ગામના (Dehli village of Bharuch )આદિવાસી સમાજના લોકોને ચોમાસા દરમ્યાન અગ્નિસંસ્કાર કરવા માટે કિમ નદીમાં ધસમસતા પ્રવાહમાંથી પસાર થઈને સ્મશાને જવું પડે છે. વાલીયા પાસે આવેલ ડેહલી ગામમાં ચોમાસાની ઋતુ દરમિયાન આદિવાસી સમાજમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના અંતિમ સંસ્કાર (last rites) કરવા નનામી લઇનેે કિમ નદી (Kim river)પાર કરીને સ્મશાને જવું પડે છે અને ત્યારબાદ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ વલસાડના માનલા ગામમાં સ્મશાનગૃહના અભાવે તાડપત્રી બાંધીને કરવા પડ્યા અગ્નિસંસ્કાર
નદી બેકાંઠે હોતાં મુશ્કેલીઃ ડેહલી ગામના પાછળના ભાગેથી વહેતી કિમ નદીમાં ચોમાસાની ઋતુ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પાણી આવતું હોવાથી આદિવાસી સમાજના લોકોને કિમ નદી પર કરીને સ્મશાને જવું પડતું હોય છે.
આ પણ વાંચોઃ છોટા ઉદેપુરમાં બાળકો જીવના જોખમે નદી પાર કરતા નજરે ચડ્યા
બ્રિજની માગણીઃ વર્ષોથી અહીંયા આદિવાસી સમાજના લોકો રહે છે અને આદિવાસી સમાજના લોકોની સ્મશાન કિમ નદીની બીજા કિનારે આવેલ છે. આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી સરકાર પાસે બ્રિજ બનાવી આપવાની માંગ ( Demand of Bridge ) કરેલી છે પરંતુ દસકાઓ વીતી ગયા છતાં પણ હજી સુધી બ્રિજ નથી બનાવ્યો. જો આ કિમ નદી પર બ્રિજ બની જાય તો આદિવાસીઓની વર્ષો જૂની સમસ્યાનો અંત આવે.