ETV Bharat / state

ભરૂચમાં કોરોનાના કારણે મોતનું તાંડવ

ભરૂચમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. નર્મદા નદીના કિનારે બનાવાયેલા કોવિડ સ્મશાનમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 45 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

corona
ભરૂચમાં કોરોનાના કારણે મોતનું તાંડવ
author img

By

Published : Apr 24, 2021, 1:49 PM IST

  • રાજ્યમાં કોરોના હાહાકાર
  • ભરૂચમાં 24 કલાકમાં 45 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
  • એક દિવસના સૌથી વધું મૃત્યું

ભરૂચ: કોરોનાની બીજી લહેર ઘાતકથી વધુ ઘાતક સાબિત થઈ રહી છે. જિલ્લામાં વધતો મૃત્યુઆંક તંત્ર માટે ચિંતાનું કારણ બન્યો છે. ભરૂચમાં નર્મદા નદીના કિનારે રાજ્યમાં સૌ પ્રથમ વાર સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું, જ્યા કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. કોવિડ સ્મશાનમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધુ 45 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી મોડી રાત સુધી ચિતાઓ સળગી રહી હતી અને મૃતકોના સ્વજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.

અત્યારસુધી કોવિડ સ્મશાનમાં 1050 લોકોના અંતિમ સંસ્કાર,તો તંત્રના ચોપડે 52 જ મોત નોંધાયા!!!

ભરૂચ અને અંકલેશ્વરમાં માનવ વસાહતો નજીક સ્મશાન ગૃહ આવેલા હોવાના કારણે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના કિનારે જુલાઈ 2020માં સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું, જ્યા અત્યાર સુધીમાં 1050 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે જ્યારે તંત્રના ચોપડે કોરોનાથી થયેલ મૃત્યુનો આંક માત્ર 52 જ નોંધાયો છે.

ભરૂચમાં કોરોનાના કારણે મોતનું તાંડવ

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના મૃત્યુઆંકની નોંધણી કરવામાં નથી આવતી : પી. ચિદમ્બરમ

ભાજપ આ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોત મામલે કર્યું હતું ટ્વીટ

દેશમાં સરકાર દ્વારા જારી કરવામાં આવતા સત્તાવાર મૃત્યુંના આંકડા કરતા કોવિડ સ્મશાનમાં મૃતકોના થઈ રહેલી અંતિમ સંસ્કાર અનેક ગણા વધુ હોવાની આંકડાકીય માહિતી સામે BJPના જ વરિષ્ઠ સાંસદે ટ્વીટ કરી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટમાં સરકાર પાસે કોરોના મૃત્યુના સરકારી ઓછા આંકડા અને સ્મશાનમાં આવતા મૃતદેહો અંગે સ્પષ્ટતા માંગી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.