ભરુચ- દરિયા કિનારે આવેલા દહેજ ઔદ્યોગિક વસાહતની મીઠા પાણીની જરૂરિયાત તૃપ્ત કરવા દહેજ ડિસેલિનેશન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. દહેજ ડિસેલિનેશન પ્લાન્ટનું આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું છે. કુલ 881 કરોેડના ખર્ચે 100 MLD નો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો.છે. તેનાથી ખારા પાણીનું શુદ્ધિકરણ થતાં તેની ગુણવત્તા નર્મદાના નીર જેટલી જ અનુરૂપ રહેશે. દહેજ ઔદ્યોગિક વસાહતની મીઠા પાણીની જરૂરિયાત તૃપ્ત કરવા 30 મહિના પહેલા તત્કાલીન સીએમ વિજય રૂપાણીએ આ ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું.
આ પણ વાંચોઃ Hybrid plant : 390 મેગાવોટનો વિન્ડ-સોલાર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ ક્યાં અને કોણે કર્યો કાર્યાન્વિત જાણો
ઔદ્યોગિક વસાહતને મળશે લાભ -દહેજ સ્થિત ઉદ્યોગો માટે અવિરત પાણીની દરિયાના પાણીમાં મોટા પ્રમાણમાં જરૂરિયાત મુજબ454 MLD પાણી Turbidity તેમજ TDS અને પૂરવઠા યોજના સ્થાપિત થયેલી છે. આ Chloride હોવાના કારણે અન્ય સ્થળે PCPIR વસાહતનો પૂર્ણત : વિકાસ કાર્યરત પ્લાન્ટની સરખામણીમાં થતાં 1000 MLD પાણીની ઔદ્યોગિક એકમો માટેની જરૂરિયાતોનો અંદાજ છે. તે મુજબ પાણીના શુધ્ધિકરણની પ્રક્રિયા માટે એક વધારાનું Reverse Osmosis ( BWRO ) સ્ટેજ રાખવામાં આવેલું છે.
નર્મદા નદીના પાણીની ગુણવત્તાને અનુરૂપ -દરિયાના પાણીની શુધ્ધિકરણની પ્રક્રિયા માટે ડિસેલિનેશન પ્લાન્ટમાં આવતા પહેલા 20 એકરમાં સેટલિંગ પોંડ ( તળાવ ) બનાવવાની જોગવાઇ પણ કરવામાં આવેલી છે . ડિસેલિનેશન પ્લાન્ટ મારફ્ત ઉપલબ્ધ થનાર પાણીની ગુણવત્તા નર્મદા નદીના પાણીની ગુણવત્તાને અનુરૂપ રહેશે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC દ્વારા દહેજ ડિસેલીનેશન પ્લાન્ટનું નિર્માણ કરાયું છે. આ જરૂરિયાતને પહોચી વળવાના હેતુસર પાણીના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સમુદ્રના ખારા પાણીના શુધ્ધિકરણથી તેને ઉપયોગ યુકત બનાવવા 100 MLD ક્ષમતાનો ડિસેલિનેશન પ્લાન્ટ દહેજમાં નિર્માણ કરાયો છે.
અત્યંત મહત્વનો અને લાભકારી પ્રોજેક્ટ- દહેજ ડિસેલિનેશન પ્લાન્ટ 25 હેકટર વિસ્તારમાં 881 કરોડના ખર્ચે આકાર પામ્યો છે. આ અંગે દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જનરલ સેક્રેટરી સુનીલ ભટ્ટે જણાવ્યું હતું કે દહેજ માટે આ અત્યંત મહત્વનો અને લાભકારી પ્રોજેક્ટ છે . જેનું નિર્માણ 30 મહિનામાં પૂર્ણ થયું છે એ અત્યંત આનંદની વાત છે. ઔદ્યોગિક એકમોના વિકાસ માટે અને દહેજના વિકાસ માટે આ પ્લાન્ટ એક સીમાચિન્હ પુરવાર થશે. ડિસેલિનેશનનો પ્રોજેકટ પૂર્ણ થતા દહેજના ઉધોગો માટે કુલ 555 MLD પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.