- અંકલેશ્વર નજીક ટ્રેલર અને બસ વચ્ચે થયેલા અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા બહાર
- અકસ્માતમાં 48 વ્યક્તિઓનો થયો હતો આબાદ બચાવ
- ટ્રેલરે મારી બસને ટક્કર: 48 લોકોનો આબાદ બચાવ
ભરૂચ: જિલ્લામાં ગત રોજ અંકલેશ્વર નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી નજીક એસ.ટી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતના CCTC કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે. નવસારીથી એસ.ટી.બસ નંબર- GJ 18 Z 5815 લઈને બસ ચાલક અંબાજી જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખરોડ ચોકડી નજીક અંકલેશ્વર- સુરત ટ્રેક પરથી ધસી આવેલા ટ્રેલર ચાલકે ખરોડ ચોકડી નજીક અચાનક યુ- ટર્ન લેતા એસ.ટી. બસ ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 48 પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો, ત્યારે અકસ્માતના બીજા દિવસે અકસ્માતના CCTV કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે. જેમાં યુ- ટર્ન લઈ રહેલા ટ્રેલર સાથે બસ અથડાતાં હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.