ભરૂચઃ કોરોના વાઈરસના કહેર વચ્ચે ભરૂચ નજીક આવેલા કેબલો બ્રીજ ખાલીખમ જોવા મળ્યો હતો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પણ વાહનોના ભારણમાં ઘટાડો નોંધાયો હતો. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે શહેરોમાં હજુ પણ લોકોની અવર જવર જોવા મળી રહી છે. બીજી તરફ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વાહનોના ભારણમાં ઘટાડો નોધાયો છે.
રાજધાની દિલ્હીથી આર્થિક રાજધાની મુંબઈને જોડતો ગોલ્ડન કોરીડોર એટલે કે રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48 પર વાહનોની સંખ્યા ઘટી છે. ભરૂચ નજીક નર્મદા નદી પર આવેલો દેશનો સોથી લાંબો કેબલ સ્ટેઈડ બ્રીજ ખાલીખમ જોવા મળી રહ્યો છે અને લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.