ભરૂચઃ જંબુસર તાલુકામાં આવેલા કોરા ગામે દેશી દારૂ વેચતા બુટલેગર દ્વારા પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. બુટલેગરોએ પોલીસ પર હુમલો કરી મર માર્યો હતો. પોલીસ ગતરોજ રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાવી પોલીસ સ્ટેશને ફરજ પરના કોન્ટેબલ ભરતકુમાર રામજી ભાઈને કોરા ગામે ગૌતમ ગણપત ગોહિલ દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે એવી બાતમી મળી હતી. ત્યારે રામજી ભાઈ ASI સહિત તે સ્થળે પહોંચી તપાસ કરવા પહોંચ્યાં હતાં.
જેલી પોલીસે તપાસ કરવા પહોંચી કે ગૌતમ ગણપત ગોહિલ સહિત અર્જુન ગણપત ગોહિલ અને વિનોદ હરિગોહિલ દ્વારા પોલીસકર્મી રામજીભાઈ પર અચાનક હુમલો કરી માર મારવામાં આવ્યો હતો. આ બાદ ત્રણેય ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે કાવી પોલીસ મથકે ફરિયાદ નોધાતા પોલીસે ફરિયાદ નોધી ત્રણેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.