ભરૂચઃ દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ પ્રચંડ બ્લાસ્ટમાં 10 કામદારોના મોત નીપજ્યાં હતાં તો ૭૫ જેટલા કામદારો ઘાયલ થયાં હતાં. આ અંગે ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા અસરગ્રસ્ત લોકો સાથે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા મહત્વનો હુકમ કરી ઘટનાની તપાસ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
આ તપાસ કમિટીમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને એક નિવૃત્ત ન્યાયાધીશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ કંપનીને કોર્ટમાં રૂપિયા 25 કરોડ જમા કરાવવા હુકમ કરવામાં આવ્યો છે.