આ કેસમાં મહિલાએ ભરૂચ A- ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી ડીવીઝન પોલીસે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચ અને ભરૂચ સાયબર સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સનાં આધારે હૈદરાબાદથી સૌરભકુમાર મિત્તલ નામના આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીએ પોતે બી.ટેકનો અભ્યાસ કર્યો હોવાથી કૉમ્પ્યુટરનો જાણકાર હતો.
આરોપીએ ભરૂચની મહિલાને ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. જે રીક્વેસ્ટ મહિલાએ એક્સેપ્ટ કરતા આરોપીએ ફેસબુકમાંથી મહિલાનું ઈ.મેઈલ આઈ ડી હૅક કરી હેરાનગતિ કરવાનું શરુ કર્યું હતું. ભરૂચ પોલીસે હૈદરાબાદ ખાતેથી આરોપીનો કબજો મેળવી આ પહેલા આરોપીએ કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે. તે અંગેની વિગતો મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.