ETV Bharat / state

Government Gain Scam : ભરુચ એસઓજીએ સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઝડપ્યું, કેટલો મુદ્દામાલ કબજે થયો જૂઓ - સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ

ભરુચ એસઓજી પોલીસે ત્રણ ઈસમો પાસેેથી સરકારી ઘઉં અને ચોખાની 300 નંગ બેગ મળી રૂ.12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ ભરુચ એસઓજીએ ઝડપી પાડ્યું હતું.

Government Gain Scam : ભરુચ એસઓજીએ સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઝડપ્યું, કેટલો મુદ્દામાલ કબજે થયો જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 8:05 PM IST

સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ

ભરુચ : ભરૂચ એસઓજી પોલીસે ગેરકાયદેે ભરેલા સરકારી અનાજનાં જથ્થા સાથે ટેમ્પો ઝડપી પાડી રુપિયા.12 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી દુકાનદારને વોન્ટેડ જાહેર કર્યો છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં પોલીસ અધિકારી આર એલ ખટાણા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પોમાં સરકારી અનાજનો જથ્થો સગેવગે થઈ રહ્યો છે. જે સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી હતી.

ટેમ્પામાં સરકારી અનાજ લઇ જનારાની પૂછપરછ : ભરૂચ એસઓજીએ ગાડીમાં બેઠેલા ડ્રાઈવરને પકડી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ વિક્રમસિંહ રાવસિંહ સોલંકી રહેવાસી જિલ્લા જિલ્લો છોટાઉદેપુરનો હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની સાથે બેઠેલા શખ્શે તેનું નામ હર્ષિલ કમલેશ શાહ, રહે બજાર ફળીયુ, મોટાગામ, તા - પાદરા હોવાનું જણાવ્યુ હતું. ટેમ્પામાં તપાસ કરતાં તેમાં કંતાનની બોરીમાં ચોખા અને ઘંઉ ભર્યા હોવાનું જણાયું હતું. જેથી ડ્રાઈવર અને તેની સાથેનાં ઈસમની પોલીસ વધુ પૂછપરછ કરી હતી.

ટેમ્પોની અંદર તપાસ કરતા 150 ચોખાના કટ્ટા અને 150 ઘઉંના કટ્ટા મળી આવેલ. આ બંને આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આ અનાજનો જથ્થો મકતમપુરના અંબાજી ફળિયામાં આવેલ વિરાજસિંહ પઢિયારના ત્યાંથી ભાવેશ મહેશ મિસ્ત્રીએ કાળા બજારમાં ભરી આપેલ. સસ્તા અનાજની સરકારી દુકાને તપાસ કરતા ત્યાંથી ભાવેશ મહેશ મિસ્ત્રીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પુરવઠા મામલતદારના અધિકારીઓને સાથે રાખીને તપાસ કરતાં જણાઈ આવેલ કે આ સરકારી અનાજ લાભાર્થીઓ માટેનું હતું. જેથી કરીને એસઓજી પોલીસે ઝડપાયેલા ત્રણ આરોપીઓ વિરુદ્ધ અને સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરનાર વિરાજસિંહ પઢીયારને વોન્ટેડ જાહેર કરી તમામ ચાર ઈસમો પર વિવિધ આવશ્યક ચીજવસ્તુઓનો સરકારી જથ્થાનો સગી વગેરે કરવા ગુના હેઠળ અટકાયત કરવામાં આવેલી છે. તેઓ દ્વારા આ અનાજના જથ્થાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે રસ્તામાં કોઈ રોકે નહીં તે માટે ખોટા બિલો બનાવીને મોકલતા હતાં. જેના આધારે ફોટા બિલો અને દસ્તાવેજો ઉભો કરવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે... સી. કે. પટેલ ( ડીવાયએસપી, ભરૂચ )

કૌભાંડ બહાર આવ્યું : બંનેની પૂછપરછમાં ફોડ પડતાં તેમણે 150 બોરી ચોખા અને 150 બોરી ઘઉં મકતમપુરમાં અંબાજી ફળીયામાં આવેલી સરકારી અનાજની દુકાનમાંથી ભાવેશ મહેશભાઈ મિસ્ત્રીએ ભરી આપ્યા હોવાનું કહ્યું હતું. પોલીસે બિલની માંગણી કરતાં ડ્રાઈવરે ભરૂચનાં લિંક રોડ પર નારાયણ કોમ્પલેક્સ આવેલી સાંઈ એજન્સીનું બિલ બતાવ્યુ હતું. જે જથ્થો શ્રી યમુના ટ્રેડિંગમાં મોકલવાનો હતો. પોલીસે ડ્રાઈવર અને તેની સાથેનાં ઈસમ સાથે પોલીસ જે સરકારી અનાજની દુકાનેથી જથ્થો ભરાયો હતો ત્યાં પહોંચી હતી. જ્યાં ભાવેશ મહેશ મિસ્ત્રી ઉપસ્થિત હતો. પોલીસે તેની પુછપરછ કરતાં આ સસ્તા અનાજની દુકાનનાં સંચાલકનું નામ વિરાજ રામસિંહ પઢીયાર હોવાનું જણાવ્યુ હતું. ચોખા અને ઘઉંના જથ્થા અંગે પૂછતાં ભાવેશ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી રુપિયા અઢી લાખથી વધુના અનાજના જથ્થા સાથે ટેમ્પો મળી ત્રણેની કુલ રૂ.12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દુકાનદારને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

આમાંથી ઘઉં અને ચોખાની 300 નંગ બેગ મળી
આમાંથી ઘઉં અને ચોખાની 300 નંગ બેગ મળી

સરકારી અનાજનું કાળાબજાર : ભરૂચ એસઓજી અધિકારી દ્વારા જણાવાયા પ્રમાણે પોલીસને મળેલી બાતમીના આધારે ભરૂચ મકતમપુર ગામના અંબાજી ફળિયામાં આવેલી સસ્તા અનાજની સરકારી દુકાન કે જેનું સંચાલન વિરાજસિંહ પઢિયાર કરે છે. આ વિરાજસિંહ પઢીયાર તેના મળતીયા ભાવેશ મહેશ મિસ્ત્રી સાથે મળીને લાભાર્થીઓને આપવામાં આવતું સરકારી અનાજનું કાળાબજાર કરીને બહારના લોકોને વેચે છે. મકતમપુર ગામના અંબાજી ફળિયામાં આવેલી સસ્તા અનાજની દુકાન પાસે રેઇડ કરતાં એક આઇસર ટેમ્પો મળી આવેલો જેમાં પાદરા તાલુકાના મોભા ગામનો ઈસમ નામે હર્ષિલ કમલેશ અને બીજો ઇસમ સંખેડા તાલુકાના સિહદ્રા ગામનો વતની નામે વિક્રમસિંહ સોલંકી મળી આવેલ હતો.

  1. Rajkot News : રાજકોટમાં સરકારી ગોડાઉનમાં પડેલું અનાજ સડી ગયું, તંત્રની કામગીરી ઉપર ઉઠ્યા સવાલો
  2. Surat scandal: ફરી ગરીબોનું સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યુ, 2 ઝડપાયા
  3. Ahmedabad Crime: સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચવા જતી ગાડી સાથે આરોપી ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.