- કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેકસનની અછત
- કેટલાક ઇસમો રેમડેસીવીર ઈન્જેકસન ઊંચા ભાવે વેચી રહ્યા
- કુલ રૂપિયા 54 હજારનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો
ભરૂચ : જીવલેણ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેકસનની અછત સર્જાઇ છે. ત્યારે કેટલાક તત્વો આવા સમયમાં પણ વધુ કમાવવાની લ્હાયમાં રેમડેસીવીર ઈન્જેકસનની કાળા બજારી કરતાં હોય છે. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમને માહિતી મળી હતી કે, કેટલાક ઇસમો રેમડેસીવીર ઈન્જેકસન ઊંચા ભાવે વેચી રહ્યા છે. જેના આધારે પોલીસે દહેજ બાયપાસ રોડ પર આવેલ શેઠ મેડિકલ સ્ટોર પર રેમડેસીવીર ઈન્જેકસનનું વેચાણ કરવા આવેલા અરબાજ ગરાસિયા નામના ઇસમને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : સાબરકાંઠા જિલ્લા પોલીસે રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરનારા ચાર શખ્સોને ઝડપી પાડ્યા