ભરૂચ: કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે અને તંત્ર દ્વારા લોકોને પોતાના ઘરમાં જ સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક બે જવાબદાર લોકો કામ વગર જ વાહનો લઇ રસ્તે રખડી રહ્યા છે.
લોકોને પાઠ ભણાવવા પોલીસ પણ કડક બની છે, ત્યારે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે લોકડાઉન વચ્ચે ૨૫૦થી વધુ વાહનો ડીટેઈન કર્યા હતા અને વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.