ETV Bharat / state

Bharuch News : પાનોલી પાસે કેનાલમાં બે યુવકોના ડૂબી જતાં મોત, બાઇક ધોવા જતાં જીવથી હાથ ધોયો - પાનોલીમાંથી પસાર થતી પાણીની કેનાલ

ભરુચ જિલ્લાના પાનોલીમાંથી પસાર થતી પાણીની કેનાલ બની મોતની કેનાલ બની હતી.અંકલેશ્વરના સંજાલી ખાતે રહેતા મધ્યપ્રદેશના વતની 2 યુવાનો બાઈક ધોવા કેનાલ પર ગયાં હતાં જ્યાં આ ઘટના બની હતી. પાણીમાં ડૂબેલા એક યુવકનો મૃતદેહ ગઇકાલે જ મળ્યો હતો જ્યારે આજે બીજા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.

Bharuch News : પાનોલી પાસે કેનાલમાં બે યુવકોના ડૂબી જતાં મોત, બાઇક ધોવા જતાં જીવથી હાથ ધોયો

author img

By

Published : May 24, 2023, 4:33 PM IST

પાણીની કેનાલ બની મોતની કેનાલ

ભરુચ : પાનોલીમાંથી પસાર થતી પાણીની કેનાલમાં બે યુવકોના ડૂબીને મોત થવાની આ ઘટના ગઇકાલે બની હતી. આ ઘટનામાં વિગતો જોઇએ તો અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના 2 યુવાનો બાઈક ધોવા પાનોલી કેનાલ પર ગયા હતા. પાણીની ડોલ ભરી આવતી વેળા એક યુવકનો પગ લપસતાં તણાવા લાગ્યો હતો. જે જોઇને બીજો યુવાન તેને બચાવવા કેનાલમાં પડતાં તે પણ પાણીમાં ગરક થયો ગયો હતો. આમ આ બંને યુવાનોમાંથી બાદમાં પડેલા યુવાનોનું મોત નીપજ્યું હતું.

એક મૃતદેહ આજે મળ્યો : ફાયરના જવાનો ભારે શોધખોળ બાદ એક યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો જયારે અન્ય એક યુવકના મૃતદેહની શોધખોળ જારી હતી જેનો મૃતદેહ આજે મળ્યો છે. છે. છેલ્લા એક મહિના આ નહેરમાં 5 થી વધુ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.

અહીં થયાં બે યુવાનોના મોત
અહીં થયાં બે યુવાનોના મોત

બંને યુવાન મધ્યપ્રદેશના વતની : અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં સંજાલી ગામના અને મૂળ મધ્યપ્રદેશના 19 વર્ષીય ઓમપ્રકાશ રાજબહાદુર સિંગ તેના મિત્ર મનોજ ગૌતમ સાથે નજીકમાં પસાર થતી કેનાલ ઉપર બાઈક ધોવા માટે ગયા હતાં. જ્યાં મનોજ ગૌતમ કેનાલમાં પાણીની ડોલ ભરવા માટે ઉતર્યો હતો. જે પાણીની ડોલ ભરી પરત ચાલતો ચાલતો આવતો હતો ત્યારે તેના પગ લપસી જતાં તે નહેરના ધસમસતા પાણીમાં તણાવા લાગ્યો હતો. જેને ડૂબતો જોઈ બચાવવા માટે ઓમપ્રકાશે પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. જો કે તે પણ પાણી ડૂબી ગયો હતો.

પાનોલી ખાતે ગઈકાલે કેનાલમાં ડૂબી જવાની ઘટના બની હતી.જેમાં ઓમપ્રકાશની મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે બીજા યુવક મનોજ ગૌતમની શોધખોળ ચાલુ હતી ત્યારે આજરોજ 12:00 વાગ્યાના અરસામાં આરએસપીએલ કંપનીની પાછળથી પસાર થતી પાણીની કેનાલમાંથી બીજા યુવાન નામે મનોજ ગૌતમનો મૃતદેહ મળી આવ્યો હતો..કેયૂર ગઢવી ( પાનોલી ફાયર સ્ટેશન, ફાયર ઓફિસર)

કેનાલમાં સર્ચ ઓપરેશન : ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તેઓ દોડી આવ્યા હતાં અને પાનોલી ફાયર તેમજ પાનોલી પોલીસની મદદથી કેનાલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જો કે ગણતરીના સમયમાં ઓમપ્રકાશ સિંગનો મૃતદેહ મળી આવ્યો હતો પરંતુ મનોજ ગૌતમ હજુ પણ લાપતા બનતાં ફાયર ટીમ તેમજ તરવૈયાની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે આજે તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે.

એક મહિનામાં પાંચથી વધુ લોકોના ડૂબી જવાથી મોત : યુવાનનો મૃતદેહ પાનોલી પોલીસે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ પાનોલી જીઆઇડીસીમાંથી પસાર થતી પાણીની કેનાલમાં એક મહિનામાં પાંચથી વધુ લોકોના ડૂબી જવાથી મોત થયા છે. કેનાલમાં પાણી વધુ હોવાને લીધે પાણીમાં ડૂબી જનારની ડેડ બોડી શોધવામાં ફાયર ફાઈટરના જવાનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પાણીમાં ડૂબી જનારની ડેડ બોડી ઘણીવાર નહેરમાં પાણીનો ફોર્સ વધારે હોવાથી દસ બાર કિલોમીટર સુધી દૂર પહોંચી જતી હોય છે. આમ ડૂબી જનારી ડેડબોડી બેથી ત્રણ દિવસ બાદ મળતી હોય છે. આવી ઘટનાઓને રોકવા માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી જાહેરનામાના બોર્ડ લગાવે તેવી છે.

  1. અહીંની ગટરમાં જાણે અચાનક લોહી વહેવા લાગ્યુઃ લોકોમાં રોષ
  2. Surat News : સુરતમાં ખાડીમાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું થયું મોત, બે બાળકના વાલીવારસની ભાળ મળી નથી
  3. Navsari News : ખેરગામમાં તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.