ભરુચ : અંકલેશ્વરના રાજપીપલા ચોકડી નજીક વર્ષા હોટલના યુટર્ન પર ગ્રીટ ભરેલ ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. ભરૂચ પાર્સિંગ હાઇવા ટ્રક અને અમરેલી પાર્સિંગ લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં ટ્રક પલ્ટી મારી ગઇ હતી. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વહેલી સવારે અકસ્માતને પગલે લકઝરી બસમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર થયાં હતાં પણ સદનસીબે ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
સાતથી આઠ કિલોમીટર ટ્રાફિક જામ : અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ, શહેર બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો. અંકલેશ્વરથી સુરત તરફ જવાના નેશનલ હાઇવે નંબર 48 ઉપર ટ્રાફિકજામ લાગ્યો. અંકલેશ્વરથી સુરત તરફ જવાના નેશનલ હાઇવે નંબર 48 પર સાતથી આઠ કિલોમીટર જેટલી ટ્રાફિક જામની લાઇન લાગી. ટ્રાફિકને દૂર કરવા માટે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી.
બી ડિવિઝન પોલીસનો કાફલો આવી પહોંચ્યો : અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે થયેલા આ અકસ્માતમાં કોલસો ભરેલ ટ્રક પલટી ખાઈ ગઇ હતી. જ્યારે બસમાં સવાર મુસાફરો અકસ્માત સર્જાતા તેઓના જીવ ટાળવે ચોટી ગયાં હતાં. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને લક્ઝરી બસમાં સવાર તમામ મુસાફરોને સહીસલામત રીતે બહાર ઉતાર્યા હતાં.
વાહનચાલકોની હેરાનગતિ : વહેલી સવારે થયેલ આ અકસ્માતના પગલે અંકલેશ્વરથી સુરત તરફ જવાના નેશનલ હાઇવે નંબર 48 ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. ટ્રાફિક જામની લાઈન આશરે સાતથી આઠ કિલોમીટર જેટલી થઈ ગઈ હતી. જેને લઈને અંકલેશ્વરથી સુરત તરફ જતા મુસાફરોને કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાવાનો વારો આવ્યો હતો અને આ ટ્રાફિક જામના લીધે વાહનોની ગતિ ખૂબ જ ધીમી પડી ગઈ હતી. આ ટ્રાફિકને દૂર કરવા માટે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ટ્રાફિક જામને દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.